છેલ્લા ૨૦ વર્ષથી બોડીગાર્ડ તરીકે રહેલા શેરાના પુત્ર ટાઈગરને સલમાન એકશન ફિલ્મમાં ‘હીરો’ બનાવશે
બિંગ હ્યુમન… વિશ્વાસુ બોડીગાર્ડ શેરાના પુત્રને અભિનેતા બનાવવાનું આપેલું વચન સલમાન ખાને નિભાવ્યું છે. છેલ્લા ૨૦ વર્ષથી સલમાનના બોડીગાર્ડ તરીકે ફરજ પર રહેલો ગુરમીતસિંહ જોલી ઉર્ફે શેરા સલમાન માટે માત્ર એક કર્મચારી તરીકે નથી. સલમાન તેને પોતાના પરિવારનો જ સભ્ય માને છે ત્યારે હવે આગામી ટૂંક સમયમાં સલમાન શેરાના પુત્રને બોલીવુડ જગતમાં એન્ટ્રી કરાવવાનો છે.
જણાવી દઈએ કે, જયારે શેરાના ઘરે નવજાત બાળકે પધરામણી કરી હતી ત્યારે સલમાને તેને ખોળામાં લઈ પ્રેમ વરસાવતા કહ્યું હતું કે, ‘યે હીરો બનેગા, મેં બનાઉંગા’ આ પ્રમાણે સલમાને શેરાના પુત્ર ટાઈગરને જન્મતાની સાથે હીરો બનાવવાનું વચન આપી દીધું જે હવે સલમાન નિભાવવા જઈ રહ્યો છે. ટાઈગરના જન્મી અત્યાર સુધી તેના બોલીવુડ પ્રવેશને લઈ કોઈ સમાચાર મળ્યા ન હતા. પરંતુ હાલ એ સમાચાર સામે આવ્યા છે કે, સલમાન શેરાના પુત્ર ટાઈગરને એક એકશન ફીલ્મમાં લોન્ચ કરવા જઈ રહ્યો છે. સલમાનના બોર્ડીગાર્ડમાંથી શેરા એક વિશ્વાસુ કર્મચારી રહ્યો છે છેલ્લા ૨૦ વર્ષ તે સલમાન સાથે છે. શેરા સલમાનની સો ઘણીવાર ટીવી સ્કીન પર જોવા મળ્યો છે. અહેવાલ પ્રમાણે આયુષ શર્માની ‘લવરાત્રી’ ફીલ્મ રીલીઝ થયા બાદ સલમાન ટાઈગરને લોન્ચ કરશે.