સરપંચ દ્વારા જિલ્લા કલેકટરને ચોકવનારી રજુઆત
મોરબીના ઘુંટુ ગામને પાણી પૂરું પાડતા તળાવમાંથી માથાભારે તત્વો તેમજ સિરામિક ફેકટરીઓ દ્વારા પાણીચોરી કરવામાં આવતા આ મામલે ગામના સરપંચે જિલ્લા કલેકટરને ફરિયાદ કરતા ચકચાર જાગી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુંટુ ગામને પાણી પુરૂ પાડતા એક માત્ર સ્ત્રોત એવા ગામના મુખ્ય તળાવમાંથી માથાભારે તત્વો તેમજ સિરામિક ફેકટરીઓ દ્વારા બેફામપાણી ચોરી કરવામાં આવતી હોવાથી આ મામલે ગામના સરપંચ કલાભાઈ ભાણાભાઈ ચૌહાણ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
વધુમાં હાલમાં ચોમાસુ ખેંચાયું હોવાથી ઘુંટુ ગામમા પાણીની સમસ્યા પણ વિકરાળ બની હોય તાકીદે તળાવમાંથી પાણી ચોરી અટકાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.