સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીને લોકો દ્વારા નેશનલ હાઇવે ઉપર ડમ્પર ચાલકો બેફામ ડમ્પર ચલાવી, અન્ય વાહન ચાલકો તથા રસ્તે જતા લોકોની જીંદગી જોખમમાં મૂકે તે રીતે ચલાવતા હોઇ તેમજ ડમ્પર માં ભરવામાં આવેલ રેતી, કપચી, માટીને તાડપત્રી વડે ઢાંકતા ના હોવાના કારણે ખુલ્લા વાહનમાં જતા લોકોને અત્યંત મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરવામાં આવતા, જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લાના તમામ થાણા અમલદારોને ગેર કાયદેસર ચાલતા ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચનાઓ કરવામાં આવેલ.
IMG 20180705 WA0024જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી ની સૂચનાઓ આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ નેશનલ હાઇવે ઉપર આવેલા લીંબડી ડિવિઝન ના ચોટીલા, સાયલા, બામણબોર, લીંબડી તથા પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે પો.ઈન્સ. પી.ડી.પરમાર, પીએસઆઇ અર્જુનસિંહ જાડેજા, આર.આર.બંસલ, જે.ડી.મહીડા, ડી.જે.વાઘેલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા નેશનલ હાઇવે ઉપર ડમ્પર ડ્રાઇવ રાખી, ગેર કાયદેસર ચાલતા ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. નેશનલ હાઇવે રોડ ઉપર લાયસન્સ સાથે નહિ રાખી, નંબર પ્લેટ વિના ડમ્પર ચલાવતા ચાલકો, રેતી/માટી/કપચી ઉપર તાડપત્રી નહિ ઢાંકતા ડમ્પર ચાલકો, બેફામ ચલાવતા ડમ્પર ચાલકો, વિરુદ્ધ કાર્યવાહી કરી, કુલ 53 ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી, દંડ વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી ની સૂચનાઓ આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ નેશનલ હાઇવે ઉપર આવેલા લીંબડી ડિવિઝન ના ચોટીલા, સાયલા, બામણબોર, લીંબડી તથા પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક પોલીસ તથા ટ્રાફિક શાખા તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા કાર્યવાહી કરી, ચોટીલા ખાતે 06, બામણબોર ખાતે 03, સાયલા ખાતે 17, ચુડા ખાતે 02, પાણશીણા ખાતે 10, લીંબડી ખાતે 15 સહિત કુલ આશરે 53 ડમ્પર ચાલકો, વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.
IMG 20180705 WA0026
 સુરેન્દ્રનગર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ સઘન કાર્યવાહીના કારણે નેશનલ હાઇવે રોડ ઉપર લાયસન્સ સાથે નહિ રાખી, નંબર પ્લેટ વિના ડમ્પર ચલાવતા ચાલકો, રેતી/માટી/કપચી ઉપર તાડપત્રી નહિ ઢાંકતા ડમ્પર ચાલકો, બેફામ ચલાવતા ડમ્પર ચાલકો વિરુદ્ધ આ કાર્યવાહી ચાલુ કરવામાં આવતા, ડમ્પર ચાલકો દ્વારા પોતાના ડમ્પર ઉપર નંબર પ્લેટ લગાડવાનું, રેતી/માટી/કપચી ઉપર તાડપત્રી લગાડવાનું, લાયસન્સ સાથે રાખવાનું ચાલુ કરવામાં આવેલ છે. ચોટીલા સાયલા લીંબડી ખાતે રોંગ સાઈડ બાજુ વાહનના ચાલકો વિરુદ્ધ કેસો દાખલ કરવામાં આવતા, રોંગ સાઇડ વાહન ચલાવવાનું પણ બંધ કરવામાં આવેલછે.
આ કાર્યવાહી સતત ચાલુ રાખી, બેફિકરાઈથી ચલાવતા ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.