ઘન કચરાના નિકાલ સિવાય અન્ય કોઈ પ્રવૃતિ માટે કે નફાકારક હેતુ માટે મહાપાલિકા જમીનનો ઉપયોગ નહીં કરી શકે
રાજકોટ શહેરનો વ્યાપ જેમ-જેમ વધી રહ્યો છે તેમ તેમ ઘન કચરાના નિકાલની સમસ્યા પણ મો ફાડીને ઉભી છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની માંગણીને ધ્યાને લઈ અમદાવાદ હાઈવે પર આવેલ નાકરાવાડી ગામે ઘન કચરાના નિકાલ માટે ૧૦૦ એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. જો કે, મહાનગરપાલિકાની લેન્ડફીલ સાઈટ માટે નિમ કરવામાં આવેલી આ જમીનનો મહાપાલિકા અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ નહીં કરી શકે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની વસ્તીમાં વધારો તાં શહેરમાં દૈનિક ૬ હજાર ટની વધુ ઘન કચરો નિકળી રહ્યો છે જેના નિકાલ માટેનો પેચીદો પ્રશ્ર્ન મહાપાલિકાને મુંજવી રહ્યો છે. બીજી તરફ લેન્ડફીલ સાઈટ માટેની જગ્યા પણ હવે ટૂંકી પડી રહી હોય રાજકોટ મહાપાલિકા દ્વારા જિલ્લા કલેકટર તંત્ર સમક્ષ જમીનની માંગણી કરવામાં આવતા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ શહેરની ભાગોળે અમદાવાદ હાઈવે પર આવેલા નાકરાવાડી ગામના સર્વે નં.૨૨૨ પૈકીની ૧૦૦ એકર એટલે કે, ૪,૦૪,૬૮૦ ચો.મી. જમીન મહાનગરપાલિકાને લેન્ડફીલ સાઈટ માટે ફાળવવા હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મહાપાલિકા દ્વારા લેન્ડફીલ સાઈટ માટે નીમ કરાયેલ જમીનનો યોગ્ય ઉપયોગ ન કરતા વિવાદ પણ યો હતો. જો કે, જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા દ્વારા નવા હુકમી ફાળવવામાં આવેલી જમીનમાં ચોક્કસ શરતોના પાલન કરવા સ્પષ્ટપણે જણાવાયું છે.
વધુમાં મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ જમીનનો મહાનગરપાલિકા તંત્ર ઘન કચરાના એકત્રીકરણ, વર્ગીકરણ, સંગ્રહ તા અન્ય પ્રક્રિયાઓ કરી નિકાલ કરવાનું આયોજન કરવાના હેતુ માટે ઉપયોગ કરી શકશે. તે સિવાય અન્ય કોઈ ઉપયોગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાને લેન્ડફીલ સાઈટ માટે ફાળવવામાં આવેલી ઉપરોક્ત જમીનને ભવિષ્યમાં કયારેય વેંચાણ, બક્ષીસ, ગીરો કે અન્ય પ્રકારે તબદીલી કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો ઉપરોકત કોઈપણ શરતનો મહાપાલિકા દ્વારા ભંગ કરાશે તો શરતભંગ ગણી જમીન પરત લઈ લેવામાં આવશે તેવું હુકમમાં જણાવાયું છે.