1 એપ્રિલના રોજ વેટરન બોલિવૂડ એક્ટ્રેસ અને મૂળ ગુજરાતી એવા આશા પારેખની બાયોગ્રાફી ‘આશા પારેખઃ ધ હિટ ગર્લ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. ફિલ્મ ક્રિટિક ખાલિદ મહમ્મદ લિખિત આ બુકનું સલમાન ખાનના હસ્તે લોન્ચ
કરાયું હતું. આ પ્રસંગે આશા પારેખની સાથે કામ કરનારા અને તેના નિકટના મિત્રો પણ સામેલ થયા હતા. જેમાં ધર્મેન્દ્ર, હેલન, વહીદા રહેમાન, અરૂણા ઈરાની અને જીતેન્દ્રનો સમાવેશ થાય છે. સલમાન બોલ્યો-આજની પેઢીમાં નથી આવી ફ્રેન્ડશીપ
આ પ્રસંગે બોલતા સલમાન ખાને આજની પેઢીની એક્ટ્રેસિસ પર નિશાન સાધ્યું હતું. તેણે જણાવ્યું કે”આશા આન્ટી અમારી ખૂબ નજીક છે. સાયરા આન્ટી, મારી માતા હેલન આન્ટી, આ તમામ ખૂબ નિકટ રહી છે. આ વાતને આજની છોકરીઓએ સમજવી જોઈએ. આ પેઢીનો આ સૌથી મોટો ગુણ હતો. અમે આ ક્વોલિટી ગુમાવી દીધી છે. અમે કદાચ ફરીવાર ફ્રેન્ડ્સ બની શકી પણ તેઓ ક્યારેય સાચા ફ્રેન્ડ ના હોય”