કુલદીપ યાદવની ઘાતક બોલીંગ અને કે.એલ.રાહુલની સદીએ ભારતને શાનદાર જીત અપાવી
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે માન્ચેસ્ટરમાં રમનારા ત્રણ ટી-૨૦ મેચોમાંથી પ્રથમ મેચ ભારતે જીતી લીધો છે. કુલદીપ યાદવની ઘાતક વિકેટો અને કે.એલ.રાહુલની શદીએ ભારતને શાનદાર જીત અપાવી છે. પ્રથમ ટી-૨૦માં ઈંગ્લેન્ડને ૮ વિકેટથી હરાવી કચડયું છે.
ટોસ હારી પ્રથમ બોલીંગ કરતા ઈંગ્લેન્ડે ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકસાનથી ૧૫૯ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે ૧૮.૨ ઓવરમાં માત્ર ૨ વિકેટ નુકસાનથી ૧૬૩ રન બનાવી ઈંગ્લેન્ડને પરાજય કર્યું હતું. ૧૬૦ રનના લક્ષ્યની સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમને પ્રથમ ધકકો શિખર ધવનના રૂપમાં લાગ્યો પરંતુ ત્યારબાદ રોહિત શર્મા અને રાહુલની વચ્ચે સારી ભાગીદારી ચાલી.
પ્રથમ વિકેટ પેવેલિયનની પડયા બાદ ઈંગ્લેન્ડની ટીમે મેચ સંભાળવાની ખુબ જ કોશીશ કરી પરંતુ કુલદીપ યાદવની શાનદાર બોલીંગને કારણે મંસુબો કામયાબ રહ્યા નહીં. રોય બાદ આવેલા એલેકસ હેલ્સને કુલદીપ યાદવે બોલ્ડ કરી દીધો તેણે ૧૮ બોલમાં ૮ રન બનાવ્યા.
ત્યારબાદ કેપ્ટન ઈયાન મોર્ગન પણ કુલદીપ યાદવની બોલીંગ સામે ટકી ન શકયો અને તે ૭ રન બનાવી આઉટ થયો. કુલદીપ યાદવની આ જ બોલ પર મહેન્દ્રસિંહ ધોનીએ જોની બેયસ્ટોવને સ્ટેમ્પ આઉટ કર્યો આ બાદ પેવેલીયન આઉટ થયો રૂટની વિકેટ પણ કુલદીપ યાદવે લીધી. મોઈન અલી ૮ બોલમાં ૬ રન બનાવી હાર્દિક પંડયાનો શિકાર બન્યા. આમ, ભારત તરફથી કુલદીપ યાદવની બોલીંગ અને રાહુલની સદીથી ટીમને શાનદાર જીત મળી.
કુલદીપ યાદવ પાંચ વિકેટ લેનાર પહેલો ડાબોડી સ્પીનર બન્યો
પ્રથમ ટી-૨૦ મેચમાં કુલદીપ યાદવનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. આ ચાઈનામેન બોલરે લગાતાર પોતાની ટીમ માટે ઉપયોગિતા સાબિત કરી રહ્યા છે. ઈંગ્લેન્ડ વિરુઘ્ધ ટી-૨૦ મેચમાં કુલદીપ યાદવે એ કમાલ કર્યો છે કે જે તેઓએ આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં પણ અત્યાર સુધી આ પ્રકારે પ્રદર્શન કર્યું નથી. ઈંગ્લેન્ડ વિરુઘ્ધ તેની જ ધરતી પર પ્રથમ મેચમાં જ કુલદીપ યાદવે ટી-૨૦ કરીયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું.
ભારતીય સ્પીનર કુલદીપ યાદવે ઈંગ્લેન્ડની ટીમ માટે દબદબો ઉભી કરી પાંચ વિકેટ લીધી છે અને આ સાથે કુલદીપ યાદવ પાંચ વિકેટ લેનારો પહેલો ડાબોડી સ્પીનર બન્યો છે. કુલદીપ યાદવે ચાર ઓવરમાં ૨૪ રન આપતા આ કમાલ કર્યો હતો. તેમણે ભુવનેશ્ર્વર કુમારની બરાબરી કરી લીધી છે. આજ વર્ષે ડબલીનમાં પણ આયરલેન્ડ વિરુઘ્ધ કુલદીપ યાદવનો સર્વશ્રેષ્ઠ દેખાવ રહ્યો હતો. જેમાં તેણે ચાર ઓવરમાં ૨૧ રન આપી ૪ વિકેટ હડપી હતી અને એક રેકોર્ડ સ્થાપ્યો હતો. જેણે ટી-૨૦ના આ પ્રથમ મેચમાં પોતાનો આ જ રેકોર્ડ તોડયો છે અને નવો રેકોર્ડ પોતાને નામ કર્યો છે.