પારદર્શકતા અને વિશ્ર્વસનીયતા ગુમાવી રહ્યું છે વોટસએપ
હવે વોટસએપમાં અફવાઓ ફેલાવનાર ગુનેગારોને કાયદાની હડફેટમાં લેવાશે
ફેસબુક, વોટસએપ જેવી સોશિયલ મિડિયા કંપનીઓ ધીરેધીરે વિશ્ર્વસનીયતા ગુમાવી રહ્યું છે. દેશભરમા બાળકોની ચોરીના કારણે ટોળા દ્વારા હિંસા થઈ હતી ત્યારે સરકારે વોટસએપને પણ બેજવાબદાર અને ભડકાઉ મેસેજ પર લગામ રાખવાની ચેતવણી આપી છે.કેન્દ્ર સરકારે વોટસએપને આકરા શબ્દોમાં જણાવ્યું છે કે, વોટસએપ જેવા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર સતત ખોટા અને નકલી મેસેજ મોકલવામા આવી રહ્યા છે. જેના કારણે અનેક નિર્દોષોનો ભોગ લેવાઈ ગયો છે. ઈલેકટ્રોનીકસ અને આઈટી મંત્રાલયે સતાવાર નિવેદન કરીને જણાવ્યું છે કે ફેસબુકની માલીકીની કંપની વોટસએપ પણ જવાબદારીમાંથી છટકી શકે નહી મહારાષ્ટ્ર, ગુજરાત, ત્રિપુરા, આસમ, કર્ણાટક અને પશ્ર્ચિમ બંગાળ જેવા અનેક રાજયોમાં ટોળા દ્વારા નિદોર્ષોને રહેસી નાખવાની અત્યંત ઘટનાઓ સામે આવી રહી છે.
આ ખૂબ જ દુ:ખદ બનાવો છે. વોટસએપ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ વારંવાર ખોટા સંદેશો પહોચાડવામાં કરવામાં આવે છે. જે ખુબજ ચિંતાનો વિષય છે. આ બાબતની વાત કરીને મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતુ કે વોટસએપ સહિતના કોઈ પણ પ્લેટફોર્મ પરથી ખોટા મેસેજ મોકલાતા હોવાની બાબતને સરકારે ગંભીરતાથી લીધી છે. આ માટે તેમણે વોટસએપના ઉચ્ચ મેનેજમેન્ટને સૂચન કર્યંુ છે કે આ પ્રકારની અફવાઓ ભડકાઉ અને ચોકકસ હેતુથી તૈયાર કરાયેલા ખોટા સંદેશ ફેલાતા રોકવા માટે જરૂરી પગલા લે આ દુષણને રોકવા માટે વોટસએપ તાત્કાલીક કોઈ ટેકનોલોજીની મદદ લે આ ઉપરાંત મંત્રાલયે કહ્યું હતુ કે, આ ઉપરાંત અમે કાયદાની મદદથીક પણ આ પ્રકારની હિંસા ફેલાવતા ગુનેગારો સુધી પહોચીશું.
કેટલાક લોકો ફકત અરાજકતા ફેલાવવા સતત વોટસએપ પર ખોટી વાતો ફેલાવી રહ્યા છે. અને ઘણા સમયથી વોટસએપ પર ખોટા મેસેજો ફેલાવવાના પ્રમાણમાં પણ વધારો થઈ રહ્યો છે. વોટસએપ અને ફેસબુક સહિતની સોશિયલ મિડિયા કંપનીઓ વિશ્ર્વાસ નિયતા ગુમાવી રહી છે. કારણ કે પારદર્શતા પણ ઘટી રહી છે.