રાજુલા તાલુકાના પીપાવાવ ધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્લા ૭૦ દિવસથી સતત ધોમધખતા તાપ હોય કે ધોધમાર વરસાદ હોય
અવિરત રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે ગુજરાત હેવી કેમિકલ્સ લી. કંપની અને ભૂમાફીયાઓના કબજામાંથી ગામની જમીન મુકત કરાવવા અને સરકારી નિયમો મુજબ ગ્રામજનોને રોજીરોટી માટે જમીન ભાડાપટ્ટે ફાળવવામાં આવે તે માટે ગ્રામજનો આંદોલન કરી રહ્યા છે. પણ તંત્ર દ્વારા ફકત ૭ દબાણો દુર કરી ફકત ઔપચારિકતા જ પૂર્ણ કરવામાં આવી તંત્ર દ્વારા જે દબાણો પર કબજો લઇ લેવાની વાત કરવામાં આવે છે તે દબાણો દુર કરેલી જગ્યા પર હજુ પણ રાજકીય વગ ધરાવતા ભૂમાફીયાઓ બેરોકટોક ઝીંગા ફાર્મ ચલાવી રહ્યા છે.
૭૦ દિવસથી ગરીબ પરિવારોના લોકો રોજીરોટી માટે લડી રહ્યા છે જે લોકશાહી અને સરકાર માટે શરમની વાત કહેવાય.યુવા કોળી સમાજ ગુજરાત દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ સરકારે સામે આંદોલન કરવામાં કોળી સમાજ જ બાકી હતો પરંતુ આગામી સમયમાં સરકાર તેમની માંગણી નહી સ્વીકારાય તો તે પણ સરકાર સામે આંદોલન કરશે.