૨૮૦માંથી વધારી ૪૦૦ શીટ ભરવા વિઘાર્થીઓની માંગ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. નિલાંબરીબેન દવેને પણ રજુઆત કરાઇ
રાજકોટની એકમાત્ર કોટક સાયન્સ સરકારી કોલેજમાં ગત વર્ષે ૪૦૦ વિઘાર્થીઓના પ્રવેશની સામે આ વર્ષે ફકત ર૮૦ વિઘાર્થીઓને પ્રવેશ અપાતા વિઘાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ વર્ષે પ્રવેશ માટે ૪૦૦૦ વિઘાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભર્યુ હતું. જેમાંથી મોટાભાગના વિઘાર્થીઓ પ્રવેશથી વંચીત રહી ગયા છે.
આ ઉ૫રાંત રાજકોટની સરકારી લો કોલેજમાં પણ સીટ વધારવાના મેદ્દે એબીવીપી દ્વારા કોટક સાયન્સ સ્કુલના પ્રીન્સીપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. નીલાંબરીબેન દવે આવેદનપત્ર પાઠવી હલ્લાબોલ કર્યુ હતું. સાથો સાથ કોટક સાયન્સ સ્કુલમાં સવારે ૧૧ વાગ્યે એબીવીપીના કાર્યકર્તાઓ એકઠા થઇને પ્રીન્સીપાલની ઓફીસ બહાર રામધુન બોલાવી હતી.ધો.૧ર સાયન્સ બાદ સરકારી કોલેજમાં બી.એસસીમાં પ્રવેશ માટે વિઘાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોલેજમાં સ્ટાફની ભરતી, ઇન્ફાસ્ટકચરની સુવિધા વધારી સરકાર સીટમાં વધારો કરે તેવી વિઘાર્થીઓ માંગ કરી રહ્યા છે. જેને લઇ આજરોજ અખીલ ભારતીય વિઘાર્થી પરિષદના પાર્થ પ્રજાપતિ, મોહિતસિંહ જાડેજા, એસ.સી. સોઢા અને જય પટેલ સહીતના કાર્યકરોએ કોટક સાયન્સ કોલેજ સરકારી લો કોલેજ અને યુનિવર્સિટીમાં જઇ હોબાળો મચાવ્યો હતો. અને તાત્કાલીક પણે સીટ વધારવા માંગણી કરી છે.જો કે કોટક સાયન્સ કોલેજના પ્રીન્સીપાલના જણાવ્યા અનુસાર ગત વર્ષે ર૪૦ વિઘાર્થીઓને પ્રવેશની મંજુરી આપવામાં આવી હતી અને વધુ સીટ માંગી ૪૦૦ વિઘાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યા હતા. આ વર્ષે ૪૦૦૦ હજાર વિઘાર્થીઓ બે ફોર્મ ભર્યા છે જેથી આ વખતે ૪૦ શીટ વધારી ૧૮૦ વિઘાર્થીઓને પ્રવેશ અપાયા છે. વધુ સીટ માટે સરકાર પાસે માંગણી કરવામાં આવશે.