ભાગેડુ દેખાય તો તરત જ તેની ધરપકડ કરવા ઈન્ટરપોલે ૧૯૨ દેશોને નિર્દેશ આપ્યો: નિરવ મોદીને ભારત લાવવાના પ્રયાસમાં સીબીઆઈને આંશિક સફળતા

કરોડો રૂપિયાના પીએનબી કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈની વિનંતીના પગલે ઈન્ટરપોલે ભાગેડુ ઉદ્યોગપતિ નિરવ મોદી તેના ભાઈ નિશાલ મોદી તથા કર્મચારી સુભાષ પરબ સામે રેડ કોર્નર નોટીસ કાઢી છે.

રેડ કોર્નર નોટીસના પગલે નિરવ મોદીને એક દેશમાંથી બીજા દેશમાં જવુ મુશ્કેલ બની જશે. નિરવ મોદીને ભારત લાવવાના પ્રયાસમાં સીબીઆઈને આંશિક સફળતા મળી છે. હવે ભાગેડુ દેખાય તો તરત જ તેની ધરપકડ કરવા ઈન્ટરપોલે ૧૯૨ દેશોને નિર્દેશ આપ્યો છે.

દેશનું સૌથી મોટુ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ નિરવ મોદી આણી ટોળકી ભારતમાંથી ઉચાળા ભરી ગઈ હતી. રેડ કોર્નર નોટીસમાં ઈન્ટરપોલે નિરવ મોદી તમામ પાંચ પાસપોર્ટની વિસ્તૃત માહિતી આપી છે. તેમજ નિરવ મોદીના પાંચ સરનામા પણ આપ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.