પેન્ડીંગ કામગીરી ભૂતકાળ બનશે: સરકારે તમામ કામગીરી ઓનલાઈન કરી
રાજય સરકાર દ્વારા મહેસુલી કામગીરીને ઝડપી બનાવવા તુમારનું કોમ્પ્યુટરાઈઝેશન કરવા નકકી કર્યું છે. જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી મહેસુલી કામો માટે મેન્યુઅલી કામગીરી તી હતી જે ૩૦ જુન બાદ કોમ્પ્યુટરાઈઝ ઈ જશે અને કોમ્પ્યુટરમાં એક જ કલીકી કઈ અરજી કે કામગીરી કેટલે પહોંચી તેનો ખ્યાલ આવી જશે.
જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ તુમાર સેન્સસ અંગે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા મહેસૂલી અને બિનમહેસુલી કામગીરીને અલગ પાડી તમામ કામગીરીનું કોમ્પ્યુટરાઈઝેશન નકકી કરવાનું નકકી કર્યું છે. જેને પગલે મહેસૂલ વિભાગની પેન્ડીંગ અરજીઓ સહિતની કાર્યવાહી કે જે તુમાર તરીકે ગણાય છે તેને ૩૦ જૂન અને ૩૧ ડિસેમ્બરે ૬ માસે થતી સમીક્ષાને બદલે સીસ્ટમમાં ધરમૂળી ફેરફાર કરી તમામ કામગીરીનો કોમ્પ્યુટરાઈઝ ડેટા બેઈઝ તૈયાર કરવાની પધ્ધતિ અમલમાં લાવવામાં આવી છે. જેથી જિલ્લા કલેકટર લેવલી લઈ કલાર્ક કક્ષાએ થઈ રહેલી કામગીરી કોમ્પ્યુટરની કલીક પર આવી જશે.
વધુમાં અત્યાર સુધી તુમારની ગણતરી મહેસૂલ અને બિનમહેસૂલની એક સાથે થતી હતી જેમાં ફેરફાર કરી સરકાર દ્વારા મહેસૂલ અને બિનમહૂસલ એટલે કે જમીન સીવાયના અન્ય વિભાગોની કામગીરીના તુમારની અલગી નોંધ થશે.
૧૦મી જુલાઈ સુધીમાં મહેસુલી બિન મહેસુલી ડેટાબેઈઝ તૈયાર
રાજય સરકાર દ્વારા બિન ખેતી પ્રક્રિયાને સરળ અને ઓનલાઈન કરવા નકકી કર્યું છે. જેમાં મહેસૂલ વિભાગ, સિંચાઈ, માર્ગ અને મકાન, પીજીવીસીએલ સહિતના જુદા જુદા વિભાગોનો આગામી તા.૧૦ જુલાઈ સુધીમાં ડેટાબેઈઝ તૈયાર કરી લેવામાં આવશે જેથી કરીને બિનખેતીની પ્રક્રિયા દરમિયાન એનઓસી લેવા સહિતની કામગીરીઓ સરળ બની જનાર હોવાનું જિલ્લા કલેકટર ગુપ્તાએ જણાવ્યુ હતું.