પરીક્ષામાં થયેલી ગફલત અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ
બી.એસ.સી. (સેમેસ્ટર-૨) ના ગણિત શાસ્ત્રના વિષયના વિઘાર્થી ભાઇ-બહેનો સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી દ્વારા તા. ૮-૪ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧ વાગ્યે લેવાયેલ બી.એસ.સી. (સેમેસ્ટર-૨) ના ગણિતશાસ્ત્રના પેપર વખતે રેગ્યુલર વિઘાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. તે વખતે બ્લોક સુપરવાઇઝરે અમોને જે પ્રશ્ર્નપત્ર આપ્યા તે કોર્ષના ન હતા. પ્રશ્ર્નપત્ર ઉપર વિષયનું જ નામ હતું પણ પ્રશ્ર્નો કોર્ષ બહારના હતા. થોડા સમય પછી બ્લોક સુપરવાઇઝરને રજુઆત કરતા તેણે કહ્યું હતું કે મારાથી કાંઇ થઇ શકે નહીં. આથી અમોએ પેપર પુરુ કર્યુ. બાદમાં પરીષા પુરી થયા પછી બાજુમાં જ આજ સેમેસ્ટરના એ.ટી.કે.ટી. વાળા વિઘાર્થીઓના પેપર જોતાં ખબર પડી કે અમારા પેપરો બદલાઇ ગયા છે. બન્ને પ્રશ્ર્નપત્રો પર એ.ટી.કે.ટી. વાળાના કે રેગ્યુલર વિઘાર્થીઓના પેપરોની કોઇ ઓળખ હતી નહીં. બન્નેના માત્ર કાગળના કલર જ જુદા હતા. આથી અમોને આ બાબતે અન્યાય થયો છે. જેની ભૂલ હોય તે પણ અમારા ભવિષ્યનું શું ? આવી ગંભીર ભૂલનો ભોગ વિઘાર્થીઓ બન્યા હોવાથી વિઘાર્થીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. અને અબતકની મુલાકાતમાં વિઘાર્થીઓએ પોતાની મુશ્કેલી વર્ણવી હતી.