સેમસંગ, એપલ, ઓપો, વિવો અને હુઆઈ સહિતની સ્માર્ટ ફોન કંપનીઓએ મોબાઈલ ટેકનોલોજીમાં હરણફાળ ભરી
મોબાઈલ ટેકનોલોજીએ છેલ્લા દસકામાં હરણફાળ ભરી છે. થોડા વર્ષો પહેલા અને આજની ટેકનોલોજીમાં જમીન, આસમાનનો ફર્ક જોવા મળી રહ્યો છે. મોબાઈલની સ્ક્રીન ઈન્ફીનીટી અને કર્વ જેવી થઈ ગઈ છે. નવા અત્યાધુનિક મોબાઈલ ડયૂલ પ્લસ ડયૂલ કેમેરા સાથે આવે છે. આ ટેકનોલોજી હવે ટૂક સમયમાં વધુ વિકસીત થઈ જશે. આવતા દિવસોમાં ૯ કેમેરા ધરાવતો ફોન જોવા મળે તો નવાઈ નથી. હવેનો ફોન રૂમાલની જેમ વાળીને ખીસ્સામાં રાખી શકાશે.
હાલ કોરીયાની કંપની સેમસંગ ગેલેકસી એકસ નામનો ફોન વિકસાવી રહી છે. જે રૂમાલની જેમ વાળી શકાશે. એકંદરે આ ફોન ફોલ્ડીંગ હશે. આવતા વર્ષે આ ફોન લોન્ચ થાય તેવી શકયતા છે. ફોનની ડિઝાઈન સૌથી અલગ હશે. આ ઉપરાંત આ ફોનમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજીન્સ પણ રહેશે. ફોન અત્યાધુનિક સોફટવેરોથી સજ્જ હશે તેવું માનવામાં આવી રહ્યું છે.
આવતા દસકામાં મોબાઈલ ફોન ટેકનોલોજીમાં ક્રાંતિ થશે. જેની શરૂઆત ચીની શરૂ થશે તેવું માનવામાં આવે છે. સેમસંગ અને એપલ સહિતની માંધાતા કંપનીઓ વચ્ચેની હરીફાઈ નવી ટેકનોલોજીને જન્મ આપશે. ધીમે ધીમે ફોન હાથમાં રાખવામાં અનુકુળ, વિડીયો સરળતાથી જોઈ શકાય અને બેટરી વધુને વધુ ચાલે તે પ્રકારના કોન્સેપ્ટ આધારીત રહેશે. એકંદરે હવેથી સ્માર્ટ ફોન યુઝર્સ ફ્રેન્ડલી જોવા મળશે.
વિગતોનુસાર હાલ ફીંગરપ્રિન્ટની સુરક્ષા ધરાવતા ફોનનો જમાનો છે. ત્યારે ફૂલ સ્ક્રીન વાળા ફોન પણ બજારમાં ધીમે ધીમે પ્રવેશી રહ્યાં છે. પરિણામે આગળના ભાગે ફીંગર પ્રિન્ટ માટે જગ્યા રહેતી નથી. ઘણા એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનમાં પાછળની સાઈડ ફીંગર પ્રિન્ટની સુવિધા અપાઈ છે. જો કે, હવે પાછળ પણ નહીં પરંતુ સ્ક્રીન ઉપર જ ફીંગર પ્રિન્ટ દબાવી લોક ખુલી જાય તે પ્રકારની ટેકનોલોજીનો વિકાસ થયો છે. પ્રોસેસર બનાવતી કંપની કવાલકોમ સહિતની કેટલીક કંપનીઓએ આ પ્રકારની સીસ્ટમ વિકસાવી છે. જે પાણીની અંદર પણ કામ કરી શકે છે. ટૂંક સમયમાં વિવો થતા જીઓમીમાં આ સુવિધા જોવા મળશે. હાલ વિવોનો એકસ-૨૦ ફોન મોડલ સ્ક્રીન ઉપર ફીંગર પ્રિન્ટની વ્યવસ આપે છે. એપલ પણ પોતાના નવા ફોનમાં આ સુવિધા આપશે. ઉપરાંત ફેસ આઈડી પણ પૂરું પાડશે. ગેલેકસી એસ-૧૦માં આ સુવિધા જોવા મળશે.
એપલ અને સેમસંગ જેવી કંપનીઓ કેમેરાની ટેકનોલોજીમાં સતત વિકાસ કરતી જોવા મળે છે. ઈમેજને આર્ટીફીશીયલ બ્લર કરવામાં ચીનની કંપનીઓ પણ પાછળ નથી. તાજેતરમાં હુવાઈના પી-૨૧ પ્રો મોડેલમાં ૩ લેન્સ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી મોટાભાગના સ્માર્ટ ફોનમાં માત્ર ૨ લેન્સી કામ ચલાવાતું હતું. આગામી સમયમાં ૯ લેન્સી ફોનના કેમેરાને વધુ તેજ બનાવવામાં આવે તેવું માનવામાં આવે છે.
નવેમ્બરમાં સેમસંગના ગેલેકસી એકસનું ઉત્પાદન શરૂ શે જેની અંદાજીત કિંમત ૧.૨૭ લાખ રૂપિયા રાખવામાં આવે તેવું માનવામાં આવે છે. આ ફોન રૂમાલની જેમ વળી જશે. ઉપરાંત હવે મોબાઈલ એન્જીનીયરીંગમાં બેટરીને પણ વધુ ધ્યાનમાં રાખવામાં આવી છે. હાલ તો વાયરલેસ ચાર્જર પણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ ટૂંક સમયમાં એવી ટેકનોલોજીનો વિકાસ શે જેનાી હવામાં જ સેલફોન ચાર્જીંગ થઈ જશે.