આરોગ્ય શાખા દ્વારા આજે આજીડેમ ચોકડી અને કાલાવડ રોડ પર એ.જી.ચોક પાસે શાળા-કોલેજોની આસપાસ ઉભા રહેતા ખાણી-પીણીવાળાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૧૮ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને ૪૧ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો.
આજીડેમ ચોકડી પાસે આઈટીઆઈની સામે જય બાલાજી ભેળ સેન્ટર, ગોકુલ ગાંઠિયા, શિવમ દાળ-પકવાન, આનંદ ભુંગડા બટેટા, શિવ ઘુઘરા, કિસ્મત ભુંગડા બટેટા, ખાખી ફેમસ વડાપાઉ, બાલાજી દાબેલી, કાલાવડ રોડ પર એ.જી.ચોક પાસે શ્રીરામ ચાઈનીઝ, વિઠ્ઠલ પંજાબી ચાઈનીઝ, ઓસમ ચાઈનીઝ પંજાબી, ચાઈનીઝ એન્ડ પંજાબી પોઈન્ટ, ચાઈનીઝ એકસપ્રેસ, અર્જુન મદ્રાસકાફે, ચટોરી કટોરી ચાટ એન્ડ પાણીપુરી, અમર કચ્છી દાબેલી અને બોમ્બે સેન્ડવીચ સહિત ૧૮ને નોટિસ ફટકારવામાં આવી હતી. કુલ ૩૪ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું જે અંતર્ગત ૭ કિલો ચટણી, ૩ કિલો બટેટા, ૩ કિલો સંભારો, સિન્થેટીક કલર, ૨ લીટર પ્રિપરેશન
કલર, ૯ કિલો વાસી બટેકા, ૧૨ કિલો નુડલ્સ અને ૪ કિલો મન્ચુરીયન સહિત અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો.