ધાર્મિક ટુરિઝમને પ્રોત્સાહન આપવા ભારત સરકારના પ્રયાસ
અજમેરના ઉર્ષ માટે ભારતે ૧૬૦ પાકિસ્તાનીઓને વીઝા આપ્યા છે દેશમાં ધાર્મિક ટુરીઝમને પ્રોત્સાહન આપવાના પ્રયાસના ભાગરુપે આ નિવર્ણય લેવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા કુલભુષણ જાધવ જાસુસ હોવાનું ઠેરવી પાકિસ્તાનને ભારતને ફસાવવા પ્રયાસ કર્યા હતો જેથી ભારતે પાકિસ્તાનની યાત્રાળુઓને વીઝા ન આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે હવે આ વિવાદ શાંત પડી ગયો છે અને પાકિસ્તાને યાત્રાળુઅને વિઝા આપવામાં આવ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં ભારતે પ૦૦ પાકિસ્તાની યાત્રાળુને વીઝા આપવાની ના પડી હતી. જેના પાછળ અનેક કારણો જવાબદાર હતા. પાકિસ્તાન અને ભારતના ટોચના સત્તાધીશો વચ્ચે મંગત્રા થઇ હતી જેમાં યાત્રાળુઓને વીઝા આપવા સહમતી સાધવામાં આવી હતી.