પ્લાસ્ટિકના ઝબલાં, ગ્લાસ કે અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ વપરાશ બંધ કરવા તાકીદ કરાઈ
ગોંડલ શહેરમાં પ્લાસ્ટિકના કચરાને કારણે વ્યાપક ગંદકી અને રોગચાળો ફેલાઇ રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા ગોંડલને પ્લાસ્ટિક મુક્ત બનાવવા કમર કસવામાં આવી છે અને આ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જો કોઈ નગરજન જાહેરનામાનો ભંગ કરશે તો દંડનીય કાર્યવાહી પણ હાથ ધરાશે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ મેધાબેન પરમાર દ્વારા મહારાજા સર ભગવતસિંહજીના સ્વચ્છ ગોંડલના સ્વપ્નોને સાકાર કરવા શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા કમર કસવામાં આવી છે અને આ અંગે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે
જેમાં ખાસ કરીને ફ્રૂટ અને શાકભાજી મા વપરાતા પ્લાસ્ટિકના ઝબલાં પ્લાસ્ટિકની તેમજ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા શહેરીજનોને તાકીદ કરાઈ છે, આ ઉપરાંત પ્લાસ્ટિકની વસ્તુઓ ઉત્પાદન કરતા વેપારીઓને પણ આવું ઉત્પાદન બંધ કરવા સૂચન કરાયું છે.
શહેરમાં ગંદકી કરતા પ્લાસ્ટિકના ઝબલા કે વસ્તુઓ વાપરતા વેપારીઓની જાણ પાલિકા તંત્રને મોબાઈલ નંબર ઉપર આપવા પણ જણાવાયુ છે જેમાં સેનિટેશન વિભાગના કેતનભાઈ મકવાણા 9924005757, નરેન્દ્રસિંહ જાડેજા 9978920633 તેમજ ચિરાગભાઈ શ્યારા 7698090192 ના મોબાઈલ નંબર ફોટોગ્રાફ્સ મોકલાવો યાદી અપાય છે.