જીલ્લા ચૂંટણી અધિકારીની અઘ્યક્ષતામાં કમિટી દ્વારા મતદારોને ચૂંટણી પ્રકિયામાં સાંકળવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ અંતર્ગત વધુને વધુ નાગરીકો મતદાન કરે તેમજ નાગરીકોને ચુંટણી પ્રક્રિયાની જાણકારી મળી રહે તે માટે રાજકોટ જીલ્લા ચુંટણી અધિકારીની અઘ્યક્ષતામાં ડીસ્ટ્રીક કેર કમીટીની રચના કરવામાં આવી છે. આ કમીટીના હોદેદારોની નિમણુંક પણ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં કમીટી દ્વારા વિવિધ પ્રવૃતિઓ પણ હાથ ધરવામાં આવશે.
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ અન્વયે વધુને વધુ નાગરીકો મતદાન કરે તે માટે નાગરીકોને સક્રિય રીતે ચુંટણી પ્રક્રિયામાં સાંકળવા તથા પ્રક્રિયાની જાણકારી મળી રહે તે માટે સ્વીપ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે. આ પ્રવૃતિઓ પર દેખરેખ અને માર્ગદર્શન આપવા માટે જીલ્લા ચુંટણી અધિકારીની અઘ્યક્ષતામાં ડીસ્ટ્રીક કોર કમીટીના રચના કરવામાં આવે છે.
આ કમીટીમાં કલેકટર અને જીલ્લા ચુંટણી અધિકારી અઘ્યક્ષ ડીસ્ટ્રીકટ સ્વીપ નોડેલ ઓફીસર અને જીલ્લા રજીસ્ટ્રાર રાજકોટ- સભ્ય સચિવ સંયુકત માહીતી નિયામક, રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી, રજીસ્ટ્રાર, સૌ. યુનિવર્સિટી જીલ્લા યુવા સંયોજક નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ તેમજ પ્રયાસ પેરેન્ટસ એસો. પ્રમુખ રાજકોટનો સભ્ય તરીકે સમાવેશ કરાયાનું યાદીમાં જણાવાયું છે.