મોરબી જિલ્લામાં કલેકટર આર.જે.માકડીયાએ તા.૧/૬/૧૮ ના રોજ એક હુકમ દ્વારા જિલ્લામાં ડુમાંડ (વડોદરા) અને વાડીનાર ઓઈલ કંપની ખાતેથી આવતા કેરોસીનના જથ્થાબંધ તથા છુટક ભાવો નક્કી કરેલ છે. આ નક્કી કરેલ ભાવથી કરતા વધારે ભાવ એજન્ટ વિક્રેતા લેતી હોવાનું જાણમાં આવશે તો શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.
જે અન્વયે જથ્થાબંધ ૧ કિ.લી.ના મોરબીના રૂ.૨૫૨૮૭.૬૩, માળીયા(મી.) રૂ.૨૫૩૪૪.૭૫, ટંકારા રૂ.૨૫૧૨૩.૪૧, વાંકાનેર રૂ.૨૫૩૫૧.૮૯ અને હળવદનાં રૂ.૨૬૭૯૫.૨૮ રહેશે. જ્યારે છુટક વેચાણ ભાવ કિ.લી.ના ઉક્ત તાલુકાઓમાં અનુક્રમે રૂ.૨૬.૩૪, રૂ.૨૬.૩૯, રૂ.૨૬.૧૭, રૂ.૨૬.૪૦, રૂ.૨૭.૮૫ રહેશે જ્યારે કુલ છુટક ભાવ ૧ કિ.લી.ના અનુક્રમે રૂ.૨૬૩૩૭.૬૩, રૂ.૨૬૩૯૪.૭૫, રૂ.૨૬૧૭૩.૪૧, રૂ.૨૬૪૦૧.૮૯ અને રૂ.૨૭૮૪૫.૨૮ પૈસા રહેશે.