૧૦ દિવસમાં સમસ્યાનું સમાધાન નહીં આવે તો ભાટીયા સજ્જડ બંધની ચીમકી ઉચ્ચારાઈ
હાલના ડીજીટલ યુગમાં વીજ અતિમહત્વનું સ્થાન ધરાવે છે ને મનુષ્યને જેમ ઓક્સિજન વગરના રહી શકે તેમજ પુરતા તેમજ નિયમિત વીજ સપ્લાય વગર હાલના આધુનિક જમાનામાં રહેવું અશકય છે ને અપૂરતા વીજ પુરવઠાના કારણે લોકો તેમજ ઉધોગ, ધંધાનો વિકાસ રૂંધાઇ છે. જામકલ્યાણપુર તાલુકાના સહુથી વિકસિત તેમજ મોટા એવા ભાટીયા ગામને છેલ્લા ચાર મહિના નથી પાવર સપ્લાય બાબતે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમ્યાન કોઈપણ સમયે ૨ થી ૫ કલાક પાવર કટ સામાન્ય બાબત બની ગયેલ મૌખિક અનેક રજુઆતો કરવા છતાં પરિસ્થિતિમાં કોઈપણ જાતનો બદલાવ ના આવતા આજરોજ ભાટીયાના સરપંચની આગેવાનીમાં ભાટીયા ગ્રામના લોકોને સાથે રાખી મામલતદાર-કલ્યાણપુર ખાતે લેખિત આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં આજ એટલે કે ૨/૭ થી દિવસ દસમાં સમસ્યાનો નિકાલ નહીં આવે તો તા.૧૩ જુલાઈથી ભાટીયા સજ્જડ બંધની ચીમકી ઉચ્ચારી હતી. આવેદનપત્ર જામકલ્યાણપુરના મામલતદાર ખરાડીએ સ્વીકારેલ. ગ્રામજનો દ્વારા મામલતદારને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા ને લેખિત સાથે મૌખિક રજુઆત પણ કરેલ. જેના પ્રત્યુતરમાં મામલતદારને વહેલી તકે આ સમસ્યાનું સમાધાન લાવશે તેવું જણાવેલ હતું.