વોટ્સએપની અફવાના પગલે ૯ રાજયોમાં ૨૭ લોકોએ જીવ ગુમાવ્યાં: સોશિયલ મીડિયાનું આંધળુ અનુકરણ સમાજ માટે જોખમકારક
વોટ્સએપનો ઉપયોગ કોમ્યુનિકેશનની સુવિધા માટે કરવો યોગ્ય છે. પરંતુ ટેકનોલોજીના વિકાસના ફાયદાની સાો સા કેટલાક દૂષણો પણ પ્રવેશી જાય છે. જેના કારણે સમાજ ઉપર ગંભીર અસરો પડતી હોય છે. વોટ્સએપમાં ફેક ન્યૂઝ તેમજ અફવાઓનો ફેલાવો ખૂબજ ઝડપી થાય છે. કેટલાક લોકો આ અફવાને વિવેક બુદ્ધિ વગર જ અનુકરણ કરે છે. જેના માઠા પરિણામો ભોગવવા પડતા હોય છે.
તાજેતરમાં જ બાળકો ઉપાડી જવાની ગેંગ સક્રિય હોવાના ફેક ન્યૂઝ અવા અફવાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. કેટલાક લોકો વાતની તપાસ્યા વગર જ નિર્દોષોનો જીવ લેવા તૈયાર ઈ જાય છે. આવા મેસેજ ઉપર કોઈપણ જાતની લગામ લગાવી શકાતી ની. માત્ર ફોરવર્ડ કરનારને જ સજા કરી શકાય છે. પરિણામે વોટ્સએપના યોગ્ય ઉપયોગની જગ્યાએ અફવા ફેલાવવામાં વધુ ઈ રહ્યો છે. ડિજીટલાઈઝેશનની વિશ્ર્વસનીયતા ઉપર અફવાના કારણે પ્રર્શ્ર્ના લાગી ગયો છે. આમ પણ ડિજીટલાઈઝેશનને અન્ય માધ્યમની સરખામણીએ સંપૂર્ણ વિશ્ર્વાસપાત્ર ગણવામાં આવતા ની.
તાજેતરમાં જ મહારાષ્ટ્રના ધુલે ડિસ્ટ્રીકટમાં બાળકો ઉપાડી જતી ગેંગ સક્રિય હોવાની અફવાના કારણે પાંચ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પ્રકારના કિસ્સા છેલ્લા ૧૫ દિવસમાં વધતા જઈ રહ્યાં છે. આજે પણ પોલીસ વોટ્સએપના માધ્યમી ફેલાતી અફવા અંગે ગંભીર છે. અત્યાર સુધીમાં વોટ્સએપની અફવાના કારણે ઝારખંડમાં ૭, મહારાષ્ટ્રમાં ૫, તમિલનાડુમાં ૩, તેલંગાણામાં ૨, ત્રિપુરામાં ૨, કર્ણાટકમાં ૨, આસામમાં ૨, ગુજરાતમાં ૧ અને વેસ્ટ બંગાળમાં ૧ સહિત અનેક લોકોના જીવ ગયા છે. છેલ્લા થોડા જ સમયમાં ૨૭ લોકોએ વોટ્સએપના કારણે જીવ ગુમાવ્યા છે. એક રીતે વોટ્સએપ નવા સીરીયલ કીલર તરીકે ઉભરી રહ્યું છે.