શું લીવઇન રીલેકશનશીપમાં સ્ત્રીના હકકો અબાધિન ? આ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વની સુનાવણી કરી છે. અને કહયું છે કે લગ્નના હેતુથી લીવઇન રીલેશનશીપમાં રહેનાર યુવક શારીરિક સંબંધ બાદ યુવતિ સાથે લગ્ન કરવાની ના પાડી દે તો યુવક જરૂર દોષી ગણાય અને આ માટે તેણે યુવતિને ભરણપોષણને લઇ વળતર પણ ચુકવવું પડે.
જો કે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટે એ તરફ પણ ઘ્યાન દોર્યુ છે કે સૌપ્રથમ એ જોવું આવશ્યક છે કે લીવઇન રીલેશનશીપમાં રહેનાર યુવક યુવતિને સલામતી અને ભરણપોષણ માટે વળતર ચુકવવા સક્ષમ છે. કે કેમ ? ન્યાયાધીશ આદર્શકુમાર ગોયલ અને અબ્દુલ નાઝીરની ખંડપીઠે આ મુદ્દે કહ્યું કે, લીવઇન રીલેશકશીપના રહેતા પુરૂષ માટે ચોકકસ જવાબદારીઓ નકકી કરવા પર ચર્ચા કરાશે.
આ મુદ્દે મહત્વતતા દાખવી ન્યાયાધીશોની ખંડપીઠે સીનીયર એડવોકેટ અભિષેક મનુ સીંધવીને પણ કેસમાં દાખલ કર્યા છે. આ ઉપરાંતએટર્ની જનરલને નોટીસ જારી કરી એડીશલ સોલીસીટર જનરલની મદદ માટે પણ જણાવ્યું છે.
જણાવી દઇએ કે આ કેસમાં છ વર્ષથી સાથે રહેનાર એક યુવકે યુવતિ સાથે શારિરીક સંબંધો બાંધી તેણી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેથી યુવતિની માતાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી યુવક પર આરોપ મુકયો છે કે તેણે તેણીની દીકરી સાથે લગ્ન કરવાના વચનના બ્હાને જાતીય શોષણ કર્યુ છે. અને હવે લગ્ન કરવાની ના પાડી છે.