ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઇ કાલ સાંજી બે દિવસ માટે અમદાવાદના પ્રવાસે છે. અમિત શાહના પુત્ર જય શાહના ઘરે દીકરીનો જન્મ તાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આ પ્રસંગે તેઓ અમદાવાદ આવ્યા છે. આજ સવારી અમિત શાહના નિવાસસને મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના પક્ષના સિનિયર આગેેવાનો અને ધારાસભ્યો અને કાર્યકરોએ મુલાકાત લીધી હતી.
અમિત શાહના ઘરે પૌત્રી જન્મનાં વધામણાં દેવા માટે ગયેલા મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને કેબિનેટ મિટિંગ પૂર્વે એક બેઠક પણ યોજી દીધી હતી. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૬ એપ્રિલે સુરત આવી રહ્યા હોઇ તેમના કાર્યક્રમને આખરી ઓપ આપવા સહિત પાટીદારો તરફી કોઇ વિરોધ પ્રદર્શન ન ાય તે અંગેની વ્યૂહરચના સહિતના મુદ્દાઓની ચર્ચા કરી હતી. આજની કેબિનેટ બેઠકમાં પણ વડા પ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ અંગેની તૈયારી બાબતે ચર્ચા હા ધરાશે.
૧૬ અને ૧૭ એપ્રિલે સુરત, નવસારી, અંકલેશ્વર, ભરૂચના તમામ ધારાસભ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રધાનોને સુરતમાં હાજર રહેવા જણાવાયું છે. હવે ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમિત શાહ હોમ ગ્રાઉન્ડ પર ચૂંટણીલક્ષી પ્રવાસ વધારશે. જુલાઇ મહિનાી તેઓ ગુજરાતમાં આવી જશે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક સિનિયર આગેવાનો સો બેઠકો કરી રહ્યા છે