નર્મદાના ધાંધીયાના કારણે વોર્ડ નં.૧,૨,૪,૫,૬,૭,૧૧,૧૩,૧૪,૧૭ અને ૧૮માં લાખો લોકો તરસ્યા રહ્યાં
એક તરફ સૂર્ય નારાયણ કાળઝાળ બની આકાશમાંી અગન વર્ષા કરી રહ્યાં છે. આવા કપરા સમયે નર્મદાના ધાંધીયા સર્જાતા આજે શહેરના ૧૮ વોર્ડ પૈકી ૧૨ વોર્ડમાં પાણી કાપ ઝીંકવામાં આવતા લોકોમાં દેકારો બોલી ગયો હતો. ૬ લાખી વધુ લોકો આજે તરસ્યા રહ્યાં હતા.
આ અંગે કોર્પોરેશનની વોર્ટર વર્કસ શાખાના ઈજનેરી સુત્રોમાંી પ્રાપ્ત તી વધુ વિગત મુજબ નર્મદા યોજનાની હડાળા પાસેની અને લાઈનમાં આજે સમારકામ કરવાનું હોવાના કારણે રાજકોટને જ‚રીયાત મુજબ નર્મદાના નીર ન મળતા શહેરના ૧૨ વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યુ છે. જેમાં આજી ૩૦ ઈંચની લાઈન હેઠળ આવતા વોર્ડ નં.૪ (પાર્ટ), વોર્ડ નં.૫ (પાર્ટ), વોર્ડ નં.૬ (પાર્ટ), વોર્ડ નં.૧૫ (પાર્ટ), ગુ‚કુળ ઝોન હેઠળ આવતા ઢેબર રોડ પરના વોર્ડ નં.૭ (પાર્ટ), વોર્ડ નં.૧૩ (પાર્ટ), વોર્ડ નં.૧૪ (પાર્ટ) અને વોર્ડ નં. ૧૭ (પાર્ટ), જયારે લાલબહાદુર પમ્પીંગ સ્ટેશન હેઠળના વોર્ડ નં.૧૭ (પાર્ટ) અને વોર્ડ નં. ૧૮ (પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું.
નર્મદાના નીર પર્યાપ્ત માત્રામાં ન મળવાના કારણે આજે ન્યુ રાજકોટમાં પણ પાણી વિતરણ પર અસર પડી હતી. ગાંધીગ્રામ ઝોન હેઠળ આવતા વોર્ડ નં.૧ (પાર્ટ) અને ૨ (પાર્ટ) જયારે ચંદ્રેશનગર ઈએસઆર-જીએસઆર હેઠળના વોર્ડ નં. ૧૧ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)માં પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો હતો. ગત વર્ષે ચોમાસાની સીઝનમાં પડેલા અપુરતા વરસાદના કારણે સનિક જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પાણીની આવક ન તા હાલ ઉનાળાના આરંભે જ શહેરની વિતરણ વ્યવસ સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારીત ઈ જવા પામી છે. એક દિવસ નર્મદાના ધાંધીયા સર્જાય ત્યાં વિતરણ વ્યવસ પડી ભાંગે છે.