રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા રોડ આવેલ ગુરુગોવિંદસિંહજી કોમ્યુ. હોલ સંચાલન માટે ભારતીય સમાજ સેવા ટ્રસ્ટને તથા પેડક રોડ પર આવેલ પંડીત દીનદયાળ ઉપાધ્યાય કોમ્યુ. હોલ સમાજ સેવા કેન્દ્રને સંચાલન માટે આપવામાં આવેલ છે. આ કામે કરારની શરતો અનુસાર સંચાલક સંસ્થા દ્વારા નિયમોનુસાર વીજ વપરાશ ચાર્જ સિવાય અન્ય કોઈ ચાર્જ અરજદાર પાસેથી વસુલી શકાતો નથી.
પરંતુ ઉક્ત બંને હોલના સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ચાર્જીસ વસુલવામાં આવતા હોવા અંગે તથા મંડપ સર્વિસ વગેરે લેવાની ફરજ પડાતી હોવા અંગે ફરીયાદ મળતા માન. કમિશ્નર સાહેબ દ્વારા ભારતીય સમાજ સેવા ટ્રસ્ટને રૂ.૧૫,૦૦૦/- અને સમાજ સેવા કેન્દ્રને રૂ.૨૫,૦૦૦/-નો દંડ કરવામાં આવેલ છે અને તાકીદ કરવામાં આવેલ છે કે હવે પછી આ પ્રકારે બનાવ બનવા પામશે તો સંચાલન પરત લઈ લેવામાં આવશે અને સંસ્થા વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.