૨.૩૦ લાખથી વધુ લોકોએ બાળકીની યુટ્યુબ ચેનલ ધ યાની ટ્યુબને સબસ્ક્રાઇબ કરી છે : બાળકીના તમામ વીડિઓને ૫૫.૨૫ લાખથી વધુ વ્યુ મળ્યા
કળીયુગમાં લોકોને સાચી સમજ આપવા માટે સાડા ચાર વર્ષની બાળકીએ ૮૦ વર્ષના દાદીમાંના ભજવેલા પાત્રએ ચાહક વર્ગના મન મોહી લીધા
વાંકાનેરની ૪.૫ વર્ષની બાળકી દુનિયાની સૌથી નાની ઉંમરની યુટ્યુબર છે. આ બાળકીનો મોટો ચાહક વર્ગ પણ છે. બાળકીની યુટ્યુબ ચેનલ પર મુકવામાં આવેલા તેના તમામ વીડિઓને ૫૫.૨૫ લાખથી વધુ વ્યુ મળ્યા છે. ઉપરાંત ૨.૩૦ લાખથી વધુ લોકોએ તેની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી છે. કળયુગમાં લોકોને સાચી સમજ આપવા માટે આ સાડા ચાર વર્ષની બાળકીએ ૮૦ વર્ષના દાદીમાંનું પાત્ર પણ ભજવ્યું છે. આ પાત્રએ તેના ચાહક વર્ગના મન મોહી લીધા છે.
આજના આધુનિક યુગમાં ઇન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આજનો યુવા વર્ગ પરિવાર સાથે થોડીવાર પણ સમય પસાર નથી કરી શકતા અને ઇન્ટરનેટ પર ૨૪ કલાક ઑનલાઇન હોય છે. વોટ્સઅપ , ફ઼ેસબુક, ટ્વીટર, યુટ્યુબ, પર પોતાની પળે પળની અપડેટ મુકતા હોય છે પરંતુ પોતાના ઘરના સભ્યની તેને ખબર હોતી નથી. આ યુવાનોને જોઈને નાના બળકો પણ ઇંટેરનેટનો વધારે ઉપયોગ કરતા શીખે છે.
યુટ્યુબ પર બધા વિષયો પર વિડીઓ આવતા હોય છે. આ વિડીઓ જોતા બળકો સારી ખરાબ તમામ બાબતો પોતાના જીવનમાં ઉતારે છે. આથી વાંકાનેરના એક પિતાએ આ પરથી શીખ લઈને પોતાની પુત્રી થકી યુટ્યુબ પર પોતાની ચેનેલમાં આજના યુવાનો પોતાના પરિવાર સાથે સમજણ કેળવી શકે તથા આજના જૂઠાણા યુગનો અરીસો બતાવ્યો છે.
આ વાત છે વાંકાનેરમાં રહેતા ધવલભાઈ જાનીની પુત્રી ધ્યાનીની તે માત્ર ૪ વર્ષની છે છતાં આજે સૌ કોઈ લોકો એને ઓળખે છે. આજથી ૩ મહિના પહેલા ધવલભાઈના પોતાના સંતાનોને આ આધુનિક યુગ વિશે યોગ્ય જાણકારી આપવા માટે અને આજના બનાવતી લોકોને સાચી સમજ આપવા માટે તેવા વિષયને અનુરૂપ વિડિઓ બનાવાનુ વિચાર્યું .અને આ વિડિઓમાં ધ્યાની અભિનય કરશે તો વધારે લોકો પર અસર કરશે આમ વિચારીને ધવલભાઈએ યુટ્યુબ માં ધ યાની ટ્યુબ નામની ચેનલ બનાવીને વિડિઓ બનાવાનુ શરૂ કર્યું હતું. માત્ર ૨ મહિનામાં ધ્યાનીના ૨.૩૦ લાખ સબસ્ક્રાઇબર થયા અને ધ્યાની દુનિયાની સૌથી નાની વયની યુટ્યુબર બની ગઈ હતી.
ધ્યાનીના પાપા અને ધ યાની ટ્યુબના રાઇટર મોરબીઅપડેટ સાથે વાતચીત કરતા જણાવે છે કે તેમને માત્ર તેમના બાળકો અને સમાજને સાચી સમજ આપવાના હેતુથી જ આ યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. ધ્યાની નાની છે એટલે લખી કે વાંચી શકતી નથી, આથી ધવલભાઈ જે મોઢે સંવાદ આપે તે યાદ રાખતી અને મોઢાના હાવભાવ ડાયલોગ પર થી જાતે જ એક્ષપ્રેસ કરે છે. ધવલભાઈને એક વિડિઓ બનાવતા ૧૦ દિવસ થતા જેમા તે સ્ટોરી, ડાયલોગ લખતા અને એડિટિંગ કરતા અને ધ્યાની માત્ર એક જ શોટમાં પર્ફેક્ટ અભિનય કરે છે. ધ્યાનીને એક અઢી વર્ષનો નાનો ભાઈ પણ છે.
ધ્યાનીના માતાએ શિક્ષકની સરકારી નોકરી છોડીને બંને બળકોના ઉછેરમાં ધ્યાન આપવું એને વધારે મહત્વ આપ્યું છે. ધ્યાનીના અત્યાર સુધીના ઘણા બધા વિડિઓ બનાવ્યા છે. પણ ૧૫ જેટલા વિડિઓ એ લોકોને મેસેજ આપવા માટે સૌથી વેસ્ટ છે. તેમા સાસુ વહુની માથાકૂટ, પરીક્ષાનું પ્રેસર, દીકરી, વહાલનો દરિયો , વહુને કંઈ આવડતું નથી , શું બધી જવાબદારી મમ્મીની જ હોય ? આ તમામ વિડિઓમાં ધ્યાનીએ જ બધા પાત્ર ભજવ્યા છે. આ ઉપરાંત મનોરંજન માટે પણ કેટલાક વિડિઓ બનવાયા છે, જેમાં નાના બાળકથી લઈને ૮૦વર્ષના દાદીમાનું પાત્ર ખૂબ જ સુંદર રીતે ભજવ્યું છે.
ધવલભાઈ જણાવે છેકે, તે પોતાના બાળકના ભવિષ્ય વિશે જરા પણ ચિંતિત નથી. અને બીજા લોકોને પણ સંદેશ આપવા માંગે છેકે, પોતાના બાળકને સમજો તેના પર પોતાના ઑર્ડરના થોપો અને આ સમાજ અને તેના લોકો વિશે સાચી સમજ આપો બળકોને, આટલું કરશો તો તમારું બાળક આપમેળે સમજદાર થઈ જશે.