શિખો અને હિંદુઓને નિશાને તાકી કરવામાં આવેલા આતંકી હુમલાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી નિંદા: દુ:ખદ ઘટનામાં અફઘાનની મદદ માટે ભારત તૈયાર
અફઘાનિસ્તાનના પૂર્વીય શહેર જલાલાબાદમાં આત્મઘાતી હુમલાથી વિશ્વભરમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં શિખ ઉમેદવાર સહિત ૧૯ લોકોના મોત નિપજયા છે. જયારે ૨૧થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે.
સિખો અને હિંદુઓને નિશાને બનાવી કરવામાં આવેલ આ હુમલાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિંદા કરતા કહ્યું કે, અફઘાનિસ્તાનમાં આતંકી હુમલાએ બહુસાંસ્કૃતિકક વિચાર પર હુમલો છે. હું શોકગ્રસ્ત પરિવારોની સાથે છું અને પ્રાર્થના કરૂ છું કે ઘાયલ લોકો જલદીથી ઠીક થઈ જશે તેમજ આ દુ:ખદ ઘટનામાં મદદ માટે ભારત અફઘાનિસ્તાનની સાથે છે તેમ પીએમ મોદીએ કહ્યું છે.
જણાવી દઈએ કે, આ લોકો પી હુમલો એવા સમયે કરાયો હતો કે જયારે તેઓ ગવર્નરના કમ્પાઉન્ડ તરફ જઈ રહ્યા હતા તેઓ રાષ્ટ્રપતિ અશરફગનીને મળવાના પણ હતા. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. પરંતુ આ વિસ્તારમાં તાલીબાન અને ઈસ્લામિક સ્ટેટના આતંકી વધુ સક્રિય હોવાથી તેઓએ હુમલો કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે.
શિખો, હિંદુઓ પરના આ હુમલાની આકરી નિંદા કરતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરે કહ્યું કે, આતંકીઓની ક્રુર શકિતઓની વિરરૂધ્ધ વૈશ્વીક સમુદાયોએ એક આવાજ ઉઠાવવો જોઈએ અને વિશ્વપર આતંકીઓનાં ખતરાને જડમુળથી ઉખાડી ફેંકવાના શપથ લેવા જોઈએ અફઘાનિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી હિંદુ અને શિખ લોકો સાથે અત્યાર તેમજ ભેદભાવ થઈ રહ્યા છષ. જેની સામે કાર્યવાહી થવી જરૂરી છે.