કશીયા તાલુકા શાળા તા.જોડિયા જી.જામનગરમાં સરકારના આદેશ અનુસાર તા.૨૫ જૂન ૨૦૧૮ થી ૨૯ જૂન ૨૦૧૮ દરમિયાન શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના અનુસંધાને શાળા સલામતી સપ્તાહના અંતિમ દિવસે આજરોજ તા.૨૯ જૂન ૨૦૧૮ના રોજ ભુકંપ, પુર અન્ય કુદરતી આપતીઓ વિશે મોકડીલ અને ચાર્ટ દ્વારા સાવચેતીના પગલાઓ અને પ્રાથમિક સારવાર અંગે બાળકોને શાળાના શિક્ષકમિત્રો દ્વારા માહિતી આપવામાં આવી હતી.
વિશેષમાં ૧૦૮ ઈમરજન્સી ટીમ જોડિયા સુનિલભાઈ ચાંડપા તથા પાઈલોટ રાજદિપસિંહ જાડેજા દ્વારા કેશીયા તાલુકા શાળા ખાતે કુલ ૨૧૦ વિર્દ્યાથીઓ તેમજ ૧૦ શાળાના શિક્ષક સ્ટાફને ૧૦૮ની વિવિધ સેવાઓ તથા ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ મેડિકલ ઈમરજન્સી સાધનો જેવા કે સ્ટચર, સકશન મશીન, બી.વી.એમ., સ્ટેોથોસ્કોપ, ગ્લુકોમિટિર, ડિલેવરી કીય, પાટાપીંડી (બેન્ડેજીંગ), સ્પલીટીંગ વગેરે સાધનોનો ઉપયોગિતા અને સફળતાપૂર્વક ડેમોન્સ્ટ્રેશન કરી વિર્દ્યાથીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપેલ હતું તથા ૧૦૮ એપ અંગે વિર્દ્યાથીઓ અને શિક્ષકોને સામૂહિક માહિતગાર કરી આ અભિયાનનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તેવું જણાવેલ છે.