કોઈપણ ગરીબ રાશન વગર ભૂખ્યો ન મરે તે માટે સરકારની મહત્વપૂર્ણ યોજના તમામ રાજયોને માર્ગદર્શિકા પાઠવતું કેન્દ્ર
દેશમાં કોઈપણ ગરીબ જાહેર વિતરણ વ્યવસ હેઠળ અપાતા રેશની વંચિત ન રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અતિ મહત્વની યોજના અમલી બનાવવાની દિશામાં કદમ આગળ વધારી રહી છે અને નવી યોજના અંતર્ગત લોકોને સસ્તા અનાજ હેઠળ મળતા ઘઉં, ચોખા, ખાંડનો જથ્થો ઘેરબેઠા મળી જશે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને આ યોજનાની જાણકારી આપી હતી. જો કે, સત્ય તો એ છે કે, વ્યાજબી ભાવની દુકાને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં લોકોને અનાજ, કેરોસીન મળતુ ની ત્યારે સરકારની આ નવી યોજના કેવી રીતે અમલી બનશે તેની સામે પ્રશ્નાર્થ છે.
કેન્દ્ર, રાજય સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં જાહેર વિતરણ વ્યવસ હેઠળ સબસીડાઈઝ ઘઉં, ચોખા, અનાજ, કેરોસીન, ખાંડ સહિતની ચીજ-વસ્તુઓનો જથ્થો આપવાનું પ્રમાણ દિન-પ્રતિદિન ઘટાડી રહી છે અને આવનારા દિવસોમાં સ્વચ્છ ઈંધણના વપરાશને વધારવા માટે ગરીબોનું કેરોસીન પણ સદંતરપણે બંધ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. બરાબર આ જ સમયે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને સરકારની નવી યોજના જાહેર કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં કોઈપણ વ્યક્તિ રેશનીંગી વંચિત ન રહે તે માટે જરૂરીયાતમંદોને સરકાર ડોર સ્ટેપ ડિલીવરી રૂપે ઘર સુધી રેશનીંગનો જથ્થો પહોંચાડશે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારની આ નવી યોજના અંગે તમામ રાજય સરકારને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે અને માર્ગદર્શીકા આપી રેશનીંગના જથ્થોની જરૂરીયાતમંદ સુધી પહોંચાડવાની ડોર સ્ટેપ ડિલીવરી યોજના સાકાર કરવા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઝારખંડના સીમદેગા જિલ્લામાં એક ૧૧ વર્ષની બાળકીનું ભુખમરાી મૃત્યુ નિપજયું હતું અને ભુખમરા પાછળનું કારણ પણ ચોંકાવનારું હતું કારણ કે, આ પરિવાર પાસે રાશનકાર્ડનું આધારકાર્ડ સાથે જોડાણ કરવામાં આવ્યું ન હતું જેથી તેને સસ્તા અનાજની દુકાને અનાજ ન મળતા બાળકીનું મોત થયું હતું. આ ઘટનાની ગંભીર નોંધ લઈ કેન્દ્ર સરકારે જરૂરીયાતમંદોને રેશનીંગનો જથ્થો ઘેરબેઠા મળી જાય તેવું સુચારૂ આયોજન હાથ ધર્યું હોવાનું કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું.
વધુમાં હાલમાં દેશના લગભગ ૮૧ કરોડ લોકો રાહત ભાવે અનાજ મેળવી રહ્યાં છે. જેમાં પ્રતિ કિલોગ્રામ ૩ના ભાવે ચોખા, પ્રતિ કિલો ગ્રામ રૂ.૨ના ભાવે ઘઉં તથા ૧ રૂપિયો પ્રતિના ભાવે બરછટ અનાજ આપવામાં આવતું હોવાનું જણાવી સરકારની આ નીતિ ૨૦૧૯ સુધી યાવત રાખવામાં આવનાર હોવાનું તેઓએ ઉમેર્યું હતું અને અનાજ પર સરકાર ૯૦ ટકા સબસીડી આપી રહી હોવાનું પણ જણાવ્યું હતું.
જો કે, બીજી તરફ સત્ય હકીકત એ છે કે, જાહેર વિતરણ વ્યવસમાં ભ્રષ્ટાચારની બોલબાલા છે અને આજના સમયમાં લોકોને કલાકો સુધી સસ્તા અનાજની દુકાને ઉભા રહેવા છતાં જરૂરી અનાજ કેરોસીનનો જથ્થો મળતો નથી ત્યારે કેન્દ્ર સરકારની આ નવી યોજના હેઠળ લોકોને ઘેરબેઠા અનાજ મળશે કે કેમ તે મોટો સવાલ છે.