છેલ્લા બે વર્ષોમાં ૧૮૪ સિંહોના અકસ્માતોમાં મૃત્યુ થયા છે
જંગલો તેમજ ગ્રામ્ય વિસ્તારનાં ખુલ્લા કુવા સિંહો માટે હંમેશાથી ખતરો રહ્યા છે. હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજી મુજબ રાજય સરકારે સ્વિકાર્યું હતું કે, ૧૮ હજાર ખુલ્લા કુવાઓ હજુ પણ સાવજો માટે મોતની ટંકશાળ સમાન છે. ગુજરાત સરકારે શુક્રવારે હાઈકોર્ટને વિશ્વાસ આપ્યો છે કે ૨૦૧૯નાં અંત સુધીમાં ખુલ્લા કુવાને ઢાંકવામાં આવશે તેમજ જંગલી વિસ્તારની રેલવે લાઈનો પર ફેન્સીંગ કામ પણ કરવામાં આવશે.
ઘણી વખત સાવજો કુવામાં પડતા અથવા ટ્રેનની ટ્રેકો પર આકસ્માતથી મોતને ભેટતા હોય છે. એશિયેટીક સિંહો માટે ગીર એકમાત્ર વિસ્તાર રહ્યો છે ત્યારે સાવજોની સુરક્ષા આપણી જવાબદારી છે. જંગલ વિસ્તારમાં કુલ ૫૦,૫૧૭ કુવાઓ છે જેમાંથી ૩૨,૫૫૭ જેટલા કુવાઓને ઢાંકવામાં આવ્યા છે અને ૧૭,૯૫૮ કુવાઓ હજુ પણ સાવજો માટે ખતરાની ઘંટડી સમાન છે. કુલ ૧૬.૮ કિમીને રેલવે ટ્રેકમાંથી ૮૧.૬ કિમીનું ફેન્સીંગ કામ પૂર્ણ થઈ ચુકયું છે.
વાઈલ્ડ લાઈફ સર્કલ અને વન વિભાગના ચીફ ડી.ટી.વસાવડાએ સિંહોને બચાવવા અંગેની માહિતી સહિત એફિડેવીટ હાઈકોર્ટ સમક્ષ રજુ કર્યું હતું ત્યારબાદ સામે આવ્યું કે ગત બે વર્ષોમાં ૧૮૪ સિંહોના મોત થયા છે જેનું કારણ આકસ્માતો છે ત્યારે સરકારે વાયદો આપ્યો છે કે તેઓ એશિયેટીક લાયનોની સુરક્ષાની જવાબદારી લેશે સાવજો આપણી રાષ્ટ્રીય સંપતિ છે અને જન વિભાગનું હૃદય ખુલ્લા કુવાઓથી સિંહોની મૃત્યુનું જોખમ વધી રહ્યું છે. વન વિભાગે જણાવ્યું કે તેઓ ગીરના ૨૨.૩૦ કરોડ રૂપિયા કુવાઓને ઢાંકવા માટે ખર્ચી ચુકયા છે અને હજુ કામગીરી ચાલુ છે.