ડુબેલી બેંકોને બેઠી કરવા વડાપ્રધાન મોદીએ ઈન્દિરા ગાંધીની જેમ એલઆઈસીનું ફંડ બેંકોને આપવા યોજના ઘડી કાઢી: ૨૯ કરોડ નિવૃત એલઆઈસી પોલીસી ધારકોનું ભાવી બગડે તેવા સ્પષ્ટ સંકેતો
ભૂતકાળમાં સ્વ.વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવા માટે ઉઠાવેલા આકરા કદમોનું વડાપ્રધાન મોદી પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહ્યાં છે. તાજેતરમાં એક પછી એક બેંકોએ માલેતુજારોને છૂટાહો લોનની ખેરાત કર્યા બાદ આ નાણા પરત ન આવતા બેંકોની હાલત પ્રવાહી બની છે.
ત્યારે આ બેંકોને ફરી બેઠી કરવા માટે વડાપ્રધાન મોદીએ એલઆઈસી પાસે રહેલુ જંગી ફંડ બેંકોમાં ઠાલવવા તખતો ઘડી કાઢયો છે. જો વર્તમાન પરિસ્થિતિ જોતા એલઆઈસીનું ફંડ બેંકોમાં ઠાલવાય તો આ નિર્ણયને કારણે દેશના ૨૯ કરોડ એલઆઈસી પોલીસી ધારકો કે જે નિવૃત જીવન ગાળી રહ્યાં છે તેઓનું ભાવી બગડી શકે તેમ છે અને વડાપ્રધાનના આ નિર્ણયની સરખામણી ઈન્દિરા ગાંધી સાથે કરવાથી ભાજપને આવનારા ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
છેલ્લા એક વર્ષમાં પંજાબ નેશનલ બેંક, દેના બેંક સહિતની ટોચની રાષ્ટ્રીય કૃત તેમજ ખાનગી બેંકોના કૌભાંડો એક પછી એક બહાર આવતા બેંકોની હાલત કફોડી બની છે. મોટાભાગની બેંકોને માલેતુજાર નબીરાઓએ અબજો-ખરબો પિયાના ચુના ચોપડયા હોવાી બેંકો પાસે રહેલ નાણાકીય ફંડ અટવાયું છે. આ સંજોગોમાં હાલમાં છેલ્લા ત્રણેક માસી બેંકોએ નવી લોન આપવાનું પણ બંધ કર્યું છે અને બીજી તરફ સરકાર બેંકોને બેઠી કરવા માટે સિકયુરાઈઝેશન એકટ હેઠળ જપ્તી સહિતના એક પછી એક કડક પગલા ભરી રહી છે.
દરમિયાન વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન સ્વ.ઈન્દિરા ગાંધીના રસ્તે ચાલી બેંકોને બેઠી કરવા માટે એક મહત્વપૂર્ણ યોજના ઘડી કાઢી એલઆઈસી પાસે રહેલા ફંડ પૈકી ૩૦ ટકા ફંડને બેંકોને આપવા માટે તખતો ઘડી કાઢયો છે. જો આ નિર્ણય લાગુ કરવામાં આવે તો હાલમાં નિવૃત જીવન ગાળી રહેલા એલઆઈસીના ૨૯ કરોડ પોલીસી ધારકો માટે આફતોના વાદળો ઘેરાય તેમ હોવાનું ર્આકિ તજજ્ઞો જણાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં માંદી પડેલી આઈડીબીઆઈ બેંકને બેઠી કરવા માટે એલઆઈસીનું ફંડ વાપરવા માટે હિલચાલ ચાલી રહી છે. જો કે આ અગાઉ જ એલઆઈસીનું ૧૫ ટકા ફંડ આઈડીબીઆઈ બેંક પાસે પડેલ છે આ સંજોગોમાં વધારાનું ૩૦ ટકા ફંડ જો આઈડીબીઆઈમાં નાખવામાં આવશે તો આવનારા દિવસોમાં એલઆઈસીના પોલીસી ધારકો માટે મુશ્કેલી ઈ શકે તેમ હોવાનું પણ જણાય રહ્યું છે.
આ અગાઉની સરકારોમાં પણ આવા નિર્ણય લેવાયા હતા અને મુકત બજાર માટે સી.રાજગોપાલાચારીએ કોંગ્રેસને તોડી નાખી હતી તો ૯૦ના દાયકામાં નરસિંહ રાવ સરકાર પણ આવા જ કારણોસર ઘરભેગી થઈ હતી. ત્યારબાદ અટલ બિહારી બાજપાઈ સરકારમાં પણ ર્આકિ નીતિને લઈ સત્તા છોડવી પડી હતી.
જો કે વડાપ્રધાન મોદીના શાસનકાળ દરમિયાન અત્યાર સુધી જાહેર સાહસોને કોઈ નુકસાન થયું નથી પરંતુ જો એલઆઈસી જેવી સંસઓના ફંડને પીગી બેંક સમજી સરકાર પીએસયુ બેંકો, એર ઈન્ડિયા, રેલવે, બીએસએનએલ જેવા સાહસોમાં વાપરવા લાગશે તો આવનારા દિવસોમાં વડાપ્રધાન મોદી સરકાર માટે મુશ્કેલીભર્યા દિવસો સાબીત શે અને ઈન્દિરા ગાંધી સાથે વડાપ્રધાન મોદીની સરખામણી કરતા ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ હોવાનું જણાય રહયું છે.