જીટીયુ દ્વારા લેવાયેલ ડીપ્લોમાં છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાનું હાલ પરીણામ જાહેર થયેલ છે. જેમાં ક્રિષ્ના ઈન્સ્ટી ઓફ એન્જિ એન્ડ ટેકનોલોજી જામનગરના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબર સાથે સર્વશ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત કરી અનેરી સિદ્ધિ હાંસલ કરેલ છે. જીટીયુનું ઓવરઓલ રીઝલ્ટ ૭૮.૧૫% તથા રાજકોટ ઝોનનું રીઝલ્ટ ૭૯.૫૫% છે. આ સાથે ક્રિષ્ના ઈનસ્ટી. જામનગર દ્વારા ૯૫.૮૩% સાથે અતુલ્ય પરીણામ મેળવેલ છે.
ક્રિષ્ના ઇન્સ્ટીટયુટના વિદ્યાર્થી કરણ ચાવડા દ્વારા ૯.૫૯ એસપીઆઈ સાથે સમગ્ર ગુજરાત જીટીયુની કેમિકલ બ્રાંચમાં સાતમો નંબર પ્રાપ્ત કરેલ છે અને ૧૦૦% રીઝલ્ટ સાથે કેમિકલ બ્રાંચે પ્રથમ તથા સીવીલ બ્રાંચે બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. વિદ્યાર્થીઓના આ ઉચ્ચતમ પરિણામ તેમની કારકિર્દી ઘડવા ખુબ ઉપયોગી નિવડે છે.
આવા વિશેષ્ઠ પરીણામ સાથે તથા વિવિધ કંપની દ્વારા પ્લેસમેન્ટ ઈન્ટરવ્યુમાં પસંદ થઈ વિદ્યાર્થીઓએ ઉજવળ ભવિષ્યની શરૂઆત કરેલ છે. વિદ્યાર્થીઓએ મેળવેલી આ ભવ્ય સફળતા માટે કોલેજના પ્રિન્સીપાલ તથા ટ્રસ્ટી દ્વારા સ્ટાફ તથા વિદ્યાર્થીઓને ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવી છે. થોડા સમય પહેલા જ જીટીયુ ડિપ્લોમાંની પ્રથમ સેમેસ્ટરની લેવાયેલ પરીક્ષામાં ક્રિષ્ના ઈન્સ્ટિટયૂટે જામનગરમાં પ્રથમ અને સમગ્ર ગુજરાતમાં ત્રીજો નંબર મેળવેલ હતો.