હાલ નેવી ની કામગીરી માટે કેબલ પથરવાનું કામ ચાલી રહ્યું હોય જેના માટે કોટ્રાક્ટર આપવામાં આવેલ હોય,કોટ્રાક્ટર દ્વારા આ કામગીરી માટે ઠેર ઠેર ખાડાઓ ખોદવામા આવ્યા છે જેમાં ભાટીયા ના જુના કલ્યાણપુર રોડ પર અસરે દોઢ થી બે કી.મી ના રોડ પર સાવ અડી ને આ કામગીરી માટે અનેક જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છેઆ રોડ પર દિવસ રાત વાહનો ની અવરા જવરી અવિરત ચાલુ રહેતી હોય છે.
પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ આ ખાડા પર કે તેની આજુ બાજુ કોઈ પણ જાતનું ભય વાહક જાતનું સુચન, બોર્ડ, કે અન્ય વાહન ચાલકો ને ધ્યાને આવે તેવું કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં ના આવતા નાના મોટા અકસ્માતો સર્જાય છે જેના કારણે કેટલાય લોકો દવાખાના ના ભોગ બન્યા છે સાથે પશુધન પણ આ ખાડાઓ મા પાડવા ને કારણે મોત ના મુખ મા જાવા પામેલ છે.આ નબળી કામગીરી ને કારણે ભાટીયા ગ્રામ જનો તેમજ જીવદયા લોકો મા પણ ભારે રોષ વ્યાપ્યો છે.