કોંગ્રેસના શાસનમાં પાણી પહોંચાડવા માટે ટેન્કરો ચલાવવા ભ્રષ્ટાચાર આચરાતો હતો, ભાજપે તેનાથી મુક્તિ અપાવી: મુખ્યમંત્રી
ગુજરાતમાં પીવાનાં પાણીનો દુકાળ ભૂતકાળ બને તે માટે સરકારે અનેક યોજનાઓ બનાવી હોવાનું જણાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના શાસનમાં પાણી પહોંચાડવા માટે ટેન્કરો ચલાવવા કરોડોનો ભ્રષ્ટાચાર આચરાતો હતો. ભાજપાએ આમાંી મુક્તિ અપાવી છે
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના વેરાઇમાતાના મંદિર ખાતેના ટેકરા પર અંદાજે ૩૦૯ કરોડના ખર્ચે હા ધરાનારી સાગબારા-ડેડિયાપાડા જૂ પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રીએ ખાતમુર્હૂત કર્યુ હતું. આ પ્રસંગે નર્મદા પોલીસ દ્વારા જ ગુજરાત રાજ્યમાં પ્રમ નર્મદા વાહિની બાઇક એમ્બ્યુલન્સનું લોન્ચિંગ, વન અધિકાર અધિનિયમ અંતર્ગત ૬૨૧ લાર્ભાી આદિવાસી ખેડૂતોને અધિકાર પત્રોનું વિતરણ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લાના નવનિર્મિત પાંચ રસ્તાઓનું ઇલેકટ્રિક લોકાર્પણ, સહિત અન્ય સહાય તા પોલીસ તંત્ર દ્વારા સંગા એપનું લોન્ચિંગ કર્યું હતું.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્યાં માનવી છે ત્યાં તમામ સુવિધાઓ પહોંચાડવા કેન્દ્ર અને ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આદિવાસી વિસ્તારના વિકાસ માટે સરકારે ૪૮,૦૦૦ કરોડની યોજનાઓ બનાવી છે. તે પૈકીની ૩૦૯ કરોડની યોજનાનું લોકાપર્ણ યું છે. અમુક વિસ્તારમાં શુધ્ધ પાણીના અભાવે કિડની તા આંખના રોગો વધુ વકર્યા હતા. જેી છેવાડાના માનવી સુધી શુધ્ધ પાણી પહોંચાડવા સરકાર કટીબધ્ધ છે. કોંગ્રેસના શાસનમાં પાણી પુરવઠા વિભાગની હાલત બદતર હતી. આદિવાસીઓ સુશિક્ષિત બને એ માટે દરેક આદિવાસી વિસ્તારની એકલવ્ય સ્કૂલમાં પૂરતા શિક્ષકો તા સુવિધાઓ પુરી પાડવાની સો મેડિકલ કોલેજો બનાવવા સરકારે નિર્ણય કર્યો છે. શ્રમિકો માટે સરકારે અન્નપૂર્ણા યોજના અમલી બનાવી છે. જે મે મહિના સુધીમાં ૮ મહાનગરોમાં ચાલુ કરી જિલ્લા કક્ષાએ ચાલુ કરાશે.