ઇરાન સાથેની ધંધાદારી ભાગીદારી તોડવાનું અમેરિકાનું પ્રેશર સૌરાષ્ટ્રના વેપાર ધંધા માટે આફત લાવશે
ભારત સહિતના વિશ્ર્વભરના દેશોને આગામી ૪ નવેમ્બરે ઈરાન પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવાના જગત જમાદારના આદેશ બાદ ભારત ઈરાન સોના વેપાર સંબંધો પડી ભાંગે તેવી સ્થિતિ વચ્ચે અમેરિકાની અવળચંડાઈથી ભારત પર ચોતરફી આફતના વાદળો ઘેરાયા છે. જો કે, મોદી સરકાર દ્વારા ઈરાન પાસેથી ઓઈલ ન ખરીદવાના વિકલ્પ સાઉદી અરેબીયા અને ઈરાક પાસેથી ઓઈલ ખરીદવાનો માર્ગ ખુલ્લો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, અમેરિકાએ એકલા ભારતને જ નહીં વિશ્ર્વના તમામ દેશોને ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ન ખરીદવા જણાવ્યું છે ત્યારે ભારત પાસે અન્ય વિકલ્પો ખુલ્લા છે.
પ્રાપ્ત વિગતો મુજબ જગત જમાદાર અમેરિકાએ વિશ્ર્વ ટ્રેડ વોરનો માહોલ ઉભો કરી ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી કરતા તમામ દેશોને ૪ નવેમ્બરી ઈરાન પાસેથી ઓઈલની ખરીદી બંધ કરવા જારી કરેલા ફતવા બાદ ભારત, ચીન સહિતના દેશો પર આફતના વાદળો ઘેરાયા છે. આ અગાઉ પણ જગત જમાદારે પોતાની વિશ્ર્વ પરની પકડ અને સર્વોપરીતા સાબીત કરવા માટે ઈરાકમાં સદામ હુસેનના શાસનને ખતમ કરી સુદાનના બે ભાગ કરવા કે પછી કુવૈત સામેનું યુદ્ધ હોય અમેરિકાએ હર હંમેશ અન્ય દેશોને પોતાના નિયંત્રણમાં રાખવા પ્રયાસ કર્યા છે.
અમેરિકાની અવળચંડાઈના કારણે ઈરાન સોના ધંધાદારી સંબંધો તૂટશે તો ભારતને સૌથી વધુ નુકશાન વાની ભીતિ છે. કારણ કે હાલમાં ઈરાની ક્રુડ ઓઈલની આયાત કરવામાં ઈરાન ભારતને નવ મહિનાની ક્રેડીટ આપે છે.
આ ઉપરાંત વધારાના ૯ મહિના મળી કુલ ૧૮ માસ સુધીની ક્રેડીટ મળતી બંધ ઈ જશે. આ ઉપરાંત ઈરાન ભારત પાસેથી ક્રુડ ઓઈલના બદલે બાર્ટર રૂપે અન્ય ચીજ-વસ્તુઓ મંગાવે છે જેથી ભારતના ઉદ્યોગ ધંધાને ફાયદો થવાની સાથે વિદેશી હુડીયામણમાં પણ ફાયદો થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાતને પણ નુકસાની સાહન કરવાનો વારો આવે તેમ છે. કારણ કે, ઈરાન સૌરાષ્ટ્રમાં ઓઈલ એન્જીન, એગ્રીકલ્ચર પ્રોડકટની મોટી ખરીદી કરે છે તેમજ જામનગર નજીક આવેલ રિફાઈનરીને પણ ઈરાની જ ક્રુડ ઓઈલ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ એકંદરે જોઈએ તો અમેરિકાના દબાણને કારણે સૌરાષ્ટ્રને મોટો ફડકો પડવાની દહેશત જોવાઈ રહી છે.
અમેરિકાની રણનીતિ જોઈએ તો વર્તમાન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્ર્વ સમક્ષ પોતાની સર્વોપરીતા સાબીત કરવા અને વેપાર ક્ષેત્રને એક હથ્થું લઈ ડોલરની યેનકેન પ્રકારે મજબૂત રાખવા માટે વિશ્ર્વભરના દેશોમાં ટ્રેડ બેલેન્સને ઈન બેલેન્સ કરી નાખ્યું છે. આ અગાઉ અમેરિકી શાસકોએ આવી જ કૂટનીતિ અપનાવી ભૂતકાળમાં સદામ હુસેન સો યુદ્ધ છેડી ઈરાકને તહશ-નહશ કરી નાખ્યું હતું અને બાદમાં ઈરાકના તમામ ઓઈલના કુવાઓ કબજે કરી ક્રુડમાં પોતાની તાનાશાહીનો નમૂનો રજૂ કર્યો હતો. જો કે, ઈરાકને તહશ-નહશ કરવા અમેરિકાએ યુરોપ અને સાઉદી અરેબીયાનો સાથ લીધો હતો અને યુદ્ધ પૂરું કર્યા બાદ યુદ્ધનો ૫૦ ટકા ખર્ચ સાઉદી અરેબીયા પાસેથી અને ૨૫ ટકા ખર્ચ યુરોપ પાસેથી વસુલ કરી બાકીનો ૨૫ ટકા ખર્ચ અમેરિકાએ પોતે ઉઠાવી ઓઈલના કુવાઓ કબજે કરી મોટો વેપાર-ધંધો કરી લીધો હતો.
બીજી તરફ કુવૈતમાં પણ આ જ રણનીતિ અખત્યાર કરનાર અમેરિકી શાસકોએ થોડા વર્ષો પૂર્વે યુદ્ધ છેડયું હતું. એવી જ રીતે સુદાનમાં દક્ષિણ ભાગમાં ક્રુડ ઓઈલનો વિપુલ જથ્થો હોવાનું જાણી ગયેલ અમેરિકાએ સુદાનના બે ઉભા ફાડીયા કરી ક્રુડ ઓઈલની મોનોપોલી જાળવવા માટેના પ્રયાસો કર્યા હતા જે જગ જાહેર છે. આ સંજોગોમાં ફરી એક વખત અમેરિકાએ વિશ્ર્વભરના વેપારોને ઈન બેલેન્સ કરવાની મેલી ચાલ ચાલવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે ભારત સહિતના વિશ્ર્વભરના દેશોને ઈરાન પાસેી ઓઈલ ન ખરીદવા દબાણો ઉભા કરી ઈરાન સોનો પરમાણુ કરાર પણ અમેરિકાએ તોડી નાખ્યો છે.
બીજી તરફ કૂટનીતિમાં માહેર ગણાતા વડાપ્રધાન મોદી અમેરિકાની ચીમકીને પગલે ઈરાન પાસેી ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ કરે છે કે પછી ઈરાન સોના વેપારો જાળવી રાખવા માટે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પને મનાવવામાં સફળ થાય છે તે જોવુ રહ્યું.
ક્રૂડ, ચાબહાર પોર્ટ અને ઇરાન સાથેના વેપારી સંબંધોને લઇ રૂપિયાનું ભાવી જોખમાયું
રૂપિયો ઓલ ટાઇમ લો: ૭૦ને પાર થઇ જશે
આગામી ૪ નવેમ્બરી ભારત સહિત વિશ્ર્વભરના દેશોને ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ કરવા અમેરિકાએ આપેલી ચિમકીભરી સલાહ બાદ ભારતને સૌથી વધુ મુશ્કેલી ભોગવવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. કારણ કે આ અગાઉ અમેરિકી શાસકોએ ભારત-ઈરાન વચ્ચેના અતિ મહત્વના ચાહબાર પોર્ટમાં પણ અંતરાયો ઉભા કરી ભારતનો મહત્વપૂર્ણ પ્રોજેકટ રોળી નાખ્યો છે. અત્રે નોંધનીય છે કે, ભારત-ઈરાન વચ્ચે વ્યાપારી સંબંધો ખૂબજ ગાઢ છે. ભારતમાંથી ઓઈલ એન્જીન, એગ્રીકલ્ચર પ્રોડકટ ઉપરાંત ઈરાની આવતા ક્રુડ ઓઈલના કારણે એસ્સાર સહિતની રિફાઈનરીઓ ચાલી રહી છે ત્યારે ઈરાની ઓઈલની આયાત બંધ કરવાને કારણે ભારતની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ ઉપરાંત અમેરિકાની ટ્રેડ વોરના કારણે હાલમાં રૂપિયો ઓલ ટાઈમ લો બન્યો છે અને આવનારા દિવસોમાં ડોલર સામે રૂપિયો ૭૦ રૂપિયા થાય તેવી પણ શકયતા જોવામાં આવી રહી છે.