ગન કલ્ચરનો ખૌફ: રાઈફલ અને શોર્ટગનથી કર્મચારીઓને વિંઘ્યા
અમેરિકામાં એક બિલ્ડીંગમાં કરાયેલા ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. જયારે ૨૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, હજી મૃત્તાંક વધવાની આશંકા પોલીસે વ્યકત કરી છે. આ બિલ્ડીંગમાં એનાપોલિસથી પ્રકાશિત થતા કેપિટલ ગેજેટની ઓફિસ પણ છે. ગોળીબાર આજ ઓફિસમાં કરવામાં આવ્યો હતો.
આ ઐતિહાસિક શહેર વોશિંગ્ટનથી પશ્વીમ તરફ એક કલાકને અંતરે આવેલું છે. કેપિટલ ગેજેટમાં કોર્ટ અને ક્રાઈમ બીટ સંભાળતા રીપોર્ટર ફિલ ડેવિસે ટવીટ કર્યું છે કે, એક બંદુકધારીએ કાચના દરવાજાની બીજી તરફથી ઘણા કર્મચારીઓ પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો તેમાં પાંચથી વધુએ જીવ ગુમાવ્યો હતો. ડેવિસે ટવીટ કરી લખ્યું હતું કે, આનાથી ભયાનક બીજુ કશું જ ન હોય શકે, જયારે ડેસ્કની નીચે હોવ તમારા લોકોને ગોળીઓ વાગતી હોય અને બંદુકધારી દ્વારા રિલોડ કરવાના અવાજ સંભળાતા હોય.
સીબીએસ ન્યુઝે કેટલાક સુત્રોના હવાલાથી કહ્યું કે આ ગોળીબારમાં લગભગ પાંચ લોકોના મોત નિપજયા છે. ન્યુઝ પેપરની ઓફિસ એનાપોલીસની ચાર માળની ઈમારતમાં આવેલી છે. એનાપોલીસ અમેરિકન રાજય મેરીલેન્ડની રાજધાની છે. વ્હાઈટ હાઉસનું કહેવું છે કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ આ ઘટનાની જાણકારી આપવામાં આવી છે. ગોળીબાર બપોરના સમયે કરવામાં આવ્યો હતો. બ્યુરો ઓફ આલ્કોહોલ, ફાયર આર્મ્સે ટવીટ કરી જણાવ્યું છે કે, એટીએફ, બાલ્ટીમોર કેપીટલ ગેજેટમાં માટે જવાબદાર છે જયારે એકને શંકાસ્પદ જણાતા તેને કસ્ટડીમાં લેવાયો છે.