ક્યારેય વિચાર્યું છે ભારતની શાળામાં સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ કે નહિ????
આજના આ આધુનિક અને ઝાલ્પી યુગમાં દરેક લોકો સમય અને ટેક્નોલોજીની સાથે આગળ વધતા જાય છે સાથે સાથે તેના વિચારો પણ બદલાતા જાય છે પરંતુ ભારત જેવા દેશમાં જ્યાં ડિજિટલ ઇન્ડિયાના ગીતો તો ગવાય છે પરંતુ જયારે સેક્સ સંબંધી કઈ વાત આવે તો આજે પણ શંકોચ અને શરમ અનુભવાય છે. ત્યારે આ સંકોચના કારણે અનેક પ્રકારની ભ્રમનો શિકાર બને છે લોકો. અને એટલે જ આજે પણ સેક્સ એજ્યુકેશનની બાબતે દુનિયાના અનેક દેશોથી ઘણો પછાત છે ભારત દેશ.
ભારતીય સ્ત્રીઓ આ અબતેં વધુ શરમ અને સંકોચ અનુભવતી હોઈ છે અને એ બાબતે મુક્ત મને કોઈ સાથે વાત નથી કરી શક્તિ એટલે અનેક વાર આફવાઓ કે પચીખોટી માન્યતાઓનો ભોગ બને છે જેનું પરિણામ તેના સ્વાસ્થ્યને ભોગવવું પડે છે. પરંતુ સેક્સ એજ્યુકેશન બાબતે વિશ્વના અનેક એદેશો એટલા જાગૃત છે કે તરુણાવસ્થામાં વિદ્યાર્થીઓને સેક્સનું જ્ઞાન પૂરું પાલી દે છે જેનાથી આગળ જતા તેને કોઈ ભ્રમણાનો સામનો કરવાનો વારો ના આવે.દુનિયાના એવા દેશો વિષે વાત કરીશું જેના સ્કૂલના અભ્યાસક્રમમાં જ સેક્સ એડ્યુકેશનનો શમાવેશ કરવામાં આવ્યો હોય…
સ્વીડન…
યુરોપીય દેશ સ્વીડનમાં સેક્સ એજ્યુકેશનનું સ્ટાર ખુબ સારું છે. જ્યાં સ્કૂલમાં બાળકોને સેક્સ એજ્યુકેશન આપવામાં આવે છે. અને તેનાથી કોઈને પ્રોબ્લેમ પણ નથી.
ફ્રાન્સ…
ફ્રાન્સમાં પણ સેક્સ અવેરનેસ માટે સ્કૂલ અને કોલેજોમાં સેક્સ અવેર્નેસના પાઠ ભણાવવામાં આવે છે.જેના કારણે અહીં બળાત્કાર જેવા ગુન્હાઓ ઓછી માત્રામાં થતા જોવા મળે છે.
નેધરલેન્ડ…
નેધરલેનની સ્કૂલના સિલેબસમાં જ સેક્સ એજ્યુકેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે,અને અહીંયાની મોટા ભાગની તરુણીઓ 13-15 વર્ષની વયમાં જ પોતાની વર્જિનિટી ખોઈ બેસે છે.
ડેનમાર્ક…
યુરોપીય દેશ ડેનમાર્કમાં લોકો સેક્સ પ્રત્યે ખુબ જાગૃત છે. સેક્સથી જોડાયેલી સમસ્યાઓ માટે અહીંના લોકો જરા પણ બેદરકાર નથી. જે તાના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.
આ બધા દેશમાં સેક્સ એજ્યુકેશન શાળા દ્વારા જ આપવામાં આવે છે ત્યારે ભારતમાં જો કોઈ બાળક ભૂલથી પણ સેક્સને લગતી વાત શાળામાં ઉંચકારે છે તો તેને સજા કરવામાં આવે છે એને તેને એવી લાગણીનો અનુભવ પણ કરાવવામાં આવે છે કે જાણે તેને બહુ મોટો ગુન્હો કર્યો હોઈ…