રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ કેન્દ્રના નાણામંત્રી અરુણ જેટલી સમક્ષ જીએસટી રીફંડ પ્રક્રિયામાં સુધારો કરી નિકાસકારોને રીફંડ મળવામાં થતો વિલંબનું નિવારવા કરવા અંગે જણાવ્યું છે.
આ બાબતે રાજકોટ ચેમ્બર જણાવ્યું હતું કે જીએસટી છે કે દેશમાં મોટો આર્થિક સુધારો લવાનાર, સમાન ભારતીય અર્થવ્યવસ્થા અને એક દેશ એક ટેક્ષ રુપમાં બનાવેલ છે. પરંતુ જીએસટી ના અમલને એક વર્ષ થયેલ છે. તે પણ નિકાસકારોને રીફંડ મેળવવામાં ઘણો સમય રાહ જોવી પડે છે. અને આર્થિક સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. નિકાસ વેપાર પર વિપરીત અસર પડી રહી છે.
તેથી આ રીફંડ પ્રક્રિયામાં સરળીકરણ કરવા તથા જીએસટીઆર-૩-બી ફાઇલીંગ માટે એમેન્ડમેન્ડની સુવિધા આપવા ભારપૂર્વક રજુઆત કરેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની દ્વારા જણાવાયું છે.