શહેરના વિકાસમાં રસ લેતા અને ઉચ્ચ હોદા ઉપર બિરાજમાન લોકોનું હાજર સન્માન કરવાની પોતાની પરં૫રા જાળવીને સરગમ કલબે રાજકોટ મહાનગરપાલિકાના નવા હોદેદારોનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેરના નવનિયુકત મેયર બીનાબેન આચાર્યે કહ્યું હતું કે, અમને સેવા કરવાની પ્રેરણા સરગમ કલબના સેવા કાર્યોમાંથી મળી છે. આ કાર્યક્રમમાં શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ માણ્યો હતો.
આ કાર્યક્રમમાં શહેરના નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વીનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને દંડક અજયભાઈ પરમારનું સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા અન્ય હોદેદારો તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.
મેયર બીનાબેન આચાર્યે કહ્યું હતું કે, વર્ષોથી સરગમ કલબની વિવિધ ક્ષેત્રે થતી સેવા પ્રવૃતિથી વાકેફ છીએ અને આ કલબ દ્વારા અમારું સન્માન કરવામાં આવ્યું છે જે આનંદની વાત છે. તેમણે તાજેતરમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માનિત થવા બદલ ગુણવંતભાઈ ડેલાવાળાને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્યો અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠિયા ઉપરાંત ઉધોગપતિ મૌલેશભાઈ ઉકાણી, નાથાભાઈ કાલરીયા, સ્મિતભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડિયા, કિરીટભાઈ આદ્રોજા, મીતેનભાઈ મહેતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં સ્વાગત પ્રવચન સરગમ કલબના ઉપપ્રમુખ અરવિંદભાઈ દોમડિયાએ કર્યું હતું. જયારે કાર્યક્રમનું સંચાલન પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ સોલંકી, રાજેન્દ્ર શેઠ, રમેશભાઈ અકબરી, ગીતાબેન હિરાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.