બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી: પરીવારમાં કલ્પાંત
વિસાવદર તાલુકાના રાવણી ગામે પરિણીતાએ માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાવણી ગામે રહેતી અંજુબેન રાજાભાઈ નામની ૨૮ વર્ષની ભરવાડ પરિણીતાએ માનસિક બિમારીથી કંટાળી એસિડ ગટગટાવી લીધું હતું. તેણીને બેશુઘ્ધ હાલતમાં સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયારે સારવાર દરમિયાન તેણીનું મોત નિપજયું હતું. અંજુબેનના મોતથી એક પુત્ર અને એક પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસે નોંધ કરી તપાસ હાથધરી છે.