વર્તમાન સમયમાં આધિ, વ્યાધિ અને ઉપાધિને લીધે વિદ્યાર્થીઓના મન પર ગંભીર અસર સર્જાય છે ત્યારે વિદ્યાર્થીની યાદશકિતને ખીલવવી ખુબ જ જરી બની ગઈ છે. ગોંડલ તાલુકાના મોવિયા ગામે આવેલ જ્ઞાનયજ્ઞ કન્યા છાત્રાલય ખાતે એક મેમરી વર્કશોપનું આયોજન કરવામાં આવેલુ હતું.
આ કાર્યક્રમમાં મનની અપાર શકિતઓને ઉજાગર કરવા મેમરી ટ્રેનર અનમોલ રાષ્ટ્રદિપ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને આજના વિદ્યાર્થીઓમાં નકારાત્મકતા અને મનની નબળાઈને કારણે આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આપઘાતનો વિચાર સુઘ્ધા ન કરવો પણ તાકિદ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર ચેરમેન હિરેનભાઈ ખુંટ, શાળાનો સ્ટાફગણ તથા આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મન હોય તો માળવે જવાય આ અંગે જ્ઞાનયજ્ઞ કન્યા છાત્રાલયના ફાઉન્ડર ચેરમેન હિરેનભાઈ ખુંટે જણાવ્યું હતું કે, મન મકકમ હોય તો હિમાલય જેવી મુશ્કેલીઓ પણ નડતી નથી કેમ કે આવી મુશ્કેલીઓ અંતે હિમાલયની જેમ બરફની જ બનેલી હોય છે જો મન ધારે તો તેને પણ ઓગાળી અને રસ્તો કાઢી શકે છે.