બેનર્જી દંપતીએ ૨૦૧૦માં સર્ચ ઓપરેશન ન કરવા માટે બિલ્ડર પાસેથી ૧.૭૦ કરોડ રૂપિયાની લાંચ માંગી હતી
સ્પેશ્યલ કોર્ટ સીબીઆઈએ બુધવારે ઈન્કમટેકસ કમિશ્નર તેમજ તેની પત્નીને લાંચ લેવાના આરોપ સાથે પાંચ વર્ષની સજા ફટકારી છે. ઈન્કમટેકસ કમિશનરે ૨૦૧૦માં સર્ચ ઓપરેશન ન કરવા માટે એક બિલ્ડર પાસેથી ૧.૭૦ કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. ૧૯૯૨ની બેંચના ઈન્ડિયન રેવન્યુ સર્વિસ ઓફિસર સુમિત્રા બેનર્જીના પતિ સુબ્રતો બેનર્જી ૧.૫૦ કરોડ રૂપિયાની લાંચ લેતા રંગેહો ઝડપાયા હતા અને તેને ચાર વર્ષની જેલની સજા આપવામાં આવી છે.
આ કાવત્રામાં સામેલ આસી. ઈન્કમટેકસ કમિશનર અંજલી બમબોલેને પાંચ વર્ષની જેલ કરવામાં આવી છે. બેનર્જી દંપતિને ૧.૧૦ કરોડ રૂપિયાનો દંડ ચૂકવવાનો છે. જયારે અંજલી બમબોલેને ૧૪ લાખ રૂપિયા દંડ પેટે આપવા પડશે. આ ત્રણેયને જામીન પર મુકત કરાયા છે. સ્પેશીયલ પબ્લિક પ્રોસીકયુટર કવિતા પાટીલે કહ્યું હતું કે, ઈન્કમટેકસ ઓફિસર અને ફોરેન્સીક એકસ્પર્ટ સહિતના ૧૪ સાક્ષીઓની પુછપરછ કરવામાં આવી હતી. ૧૨ એપ્રિલ ૨૦૧૦માં સીબીઆઈના એન્ટીકરપ્શન બ્યુરોમાં બે ઓફિસર સામે રામ ડેવલોપર્સનું ટેકસ ઘટાડવા માટે લાંચ લેવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં બિલ્ડરે લાંચ પેટે પહેલા ૨૦ લાખ રૂપિયા આપી દીધા છે.
સીબીઆઈનો આરોપ છે કે સુમિત્રાને અંજલી સો થાણેમાં ચિફ કમિશનર ઓફ ઈન્કમટેકસની ઓફિસમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું. બન્ને માર્ચ ૨૦૧૦માં ગુનાહિત પ્રવૃતિમાં સંકડાયેલા હતા. સુમિત્રાએ બિલ્ડરના પાર્ટનર પાસેથી ૨ કરોડની લાંચ માંગી હતી. સુમિત્રાએ એમ કહ્યું હતું કે, ફર્મનું ટેકસ ૨૫ કરોડ રૂપિયા છે અને તેની સો જ તેને સર્ચ ઓપરેશન કરવાની ધમકી પણ આપી હતી.