ડુંગળીના ભાવમાં સામાન્ય વધારો જોકે નહી નફો, નહી નુકશાનના ધોરણે થતુ વેચાણ
ખેડુતો માટે તેમની મુડી ખેત પેદાશ હોય છે. અને ખેડુતોને તેનો યોગ્ય ભાવ મળી રહે તે ખૂબજ જરૂરી છે. તો રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની રોજની ૩૦૦૦ કવીન્ટલની આવક જોવા મળે છે. અને ડુંગળીના ભાવમાં છેલ્લા આઠેક દિવસથી વધારો નોંધાયો છે. જોકે ખેડુતોને ડુંગળીનું વેચાણ ન નફો ન નુકશાનનાં ધોરણે કરવુ પડે છે.ખેડુતો માટે તેમની ખેત ઉત્પાદકતા એ તેમની સાચી મુડી છે. ત્યારે હાલ ખેડુતો ચોમાસાના કારણે ડુંગળીના સ્ટોક બહાર વેચવા માટે કાઢી રહ્યા છે. ત્યારે ડુંગળીમાં હાલ દરરોજ ૩૦૦૦ કવીન્ટલની આજુબાજુની આવક યાર્ડમાં થાય છે. જેમાં ખેડુતોને રૂ.૮૧ થી રૂ.૨૨૧ જેટલો ભાવ જોવા મળે છે. હવેના સમયમાં ડુંગળીના ભાવમાં સામાન્ય વધારો થયો છે. જેમાં ખેડુતોને ડુંગળીનું ન નફો ન નુકશાનનાં ધોરણે વેચાણ થાય છે. જેથી ખેડુતોને કોઈ લાભ થતો નથી છેલ્લા અઠવાડીયાથી ડુંગળીના ભાવમાં સુધારો પણ નોંધવામાં આવ્યો છે.સમગ્ર બાબત વિશે વધુ વિગત આપતા રાજકોટ માર્કેટ યાર્ડમાં ઈન્સ્પેકટર રસીકભઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક ૨૫૦૦થી ૩૦૦૦ કવીન્ટલની છે. ઉપરાંત ડુંગળીના ભાવ રૂ.૮૧ થી રૂ૨૨૧ જેટલા છે.
છેલ્લા દશેક દિવસથી ડુંગળીના ભાવમાં સામાન્ય વધારો જોવા મલે છે. ખાસ તો જે ડુંગળીનો ભાવ છે તે ખેડુતો માટે ન નફો ન નુકશાન જેવી છે પરંતુ ચોમાસુ આગામી દિવસોમાં શરૂ થનાર હોવાથી ભાવ વ્યાજબી ગણાવામાં આવે છે. સાથોસાથ ડુંગળી મથકની વાત કરતા જણાવ્યું હતુ કે ૫૦૦ કવીન્ટલ જેટલી ડુંગળી દિવસ દરમિયાન પડી રહે છે.
હાલ આગામી સમયમાં ચોમાસુ શરૂ થતુ હોવાથી જો ડુંગળીનું વેચાણ નહી કરે તો ડુંગરીનો બગાડ થઈ જશે તો તેનાથી વધારે યોગ્ય છે. કે ખેડુતો ન નફા ન નુકશાનના ધોરણે ડુંગળીનું વેચાણ કરે.