બસના સીએનજી બાટલા, સીટની ફ્રેમ,વ્હીલ પ્લેટ, ફોર્જીન, પ્લાન્ટનો છોલ અને બેરીંગ સહિતના પાર્ટસ ભંગારમાં વેચાશે: ૧૩મીએ ઓકશન
રાજકોટ એસ.ટી. ડિવીઝનમાં વિભાગીગ સ્ક્રેપયાર્ડ ખાતે લાંબા સમયથી ખુબ જ ભંગાર માલ સમાજ જમા થવાથી વહેંચવાનો વારો આવ્યો છે આગામી ચોમાસાની સીઝન શરુ થતી હોય જમા થયેલ ભંગારનો નિકાલ કરવો જરુરી બન્યો છે. આ બીનજરુરી ભંગારનું વેચાણ કરી એસ.ટી. નિગમ હવે રોકડી કરવા જઇ રહી છે. અંદાજીત ૨૫૦ ટન ભંગારમાંથી રૂ ૩૫ લાખ ઉપજવાની હાલ ધારણા સેવાઇ રહી છે.
એસ.ટી. નિગમની જે બસો ૮ લાખ કિલોમીટર દોડી ગયા બાદ તેને સ્ક્રેપ કરવામાં આવતી હોય છે. એટલે કે આ બસને નાના મોટા કોઇપણ રુટ પર દોડાવવાને બદલે તે બસમાંથી જરુરી અને સારા સ્પેરપાર્ટ કાઢી લઇ અન્ય બસમાઁ ઉપયોગ કરવામાં આવે છે. બાકીની વસ્તુઓ ભંગાર સ્વરુપે વહેંચી દેવામાં આવતી હોય છે. રાજકોટ એસ.ટી. ડેપોમાં દર મહીને અંદાજીત ૪૦ જેટલી બસોનું સ્કેપીંગ કરવામાં આવે છે.પરંતુ લાંબા સમયથી એસ.ટી. ડિવીઝનમાં સ્કેપીગનો માલ જમા થયો હોય હવે આ ભંગાર વહેંચી નાખવામાં આવશે.
એસ.ટી. બસના બીનજરુરી પાર્ટસ અને અન્ય ચીજ વસ્તુઓને ભંગારના ભાવે વહેંચી દઇ રાજકોટ એસ.ટી. ડિવીઝન રોકડી કરતું હોય છે. ભંગારના લાખો રૂપિયા ઉપજે તેવું ખુબ જ ઓછું બનતું હોય છે. રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા વર્કશોપ ખાતે છેલ્લા ઘણા સમયથી સ્કેપ કરેલો ભંગાર એકઠો થયો છે તે વહેંચી નાખવામાં આવશે.
આ મુદ્દે રાજકોટ એસ.ટી. ડીવીઝનના વિભાગીય નિયામકે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ એસ.ટી. ડીવીઝનમાં લાંબા સમયથી ભંગાર પડયો હોય અંદાજીત ૨૫૨ ટન ભંગાર વહેંચવામાં આવશે. જેનાથી ૩૫ લાખની વધુ રકમ ઉપજવાની ધારણા છે. આ ભંગારમાં બસની સી.એન.જી. બાટલા, સીટની ફેમ, એલ્યુમીનીયમ, વ્હીલ પ્લેટ, ફોર્જીત, ટાયર, પ્લાન્ટનો છોલ બેરીંગ તેમજ બીનજરુરી પાર્ટસને ભંગારમાં વહેંચી દેવામાં આવશે. આ માટે ર૦ થી રપ ભંગારના વેપારીઓને જાણ કરવામાં આવી છે. આગામી ૧૦મી જુલાઇ સુધી ઇન્સ્પેકશન કરવામાં આવશે અને ૧૩મી જુલાઇના રોજ રાજકોટ એસ.ટી. વર્કશોપ સ્પેક યાર્ડ ખાતે ઓકશન કરવામાં આવશે.