સ્વસ્થ પાક માટે પ્રયાકસર અને સફેદ માખીનાં નિયંત્રણ માટે સેફીના ખેડૂતોને ઉપયોગી બનશે
લોન્ચીંગ ઈવેન્ટમાં નિષ્ણાંતો દ્વારા સૌરાષ્ટ્રના ૨૦૦ ડીલરો સાથે વાર્તાલાપ
બીએએસએફ દ્વારા આજે ઈમ્પીરીયલ પેલેસ ખાતે સેફીના અને પ્રયાકસર એમ બે દવાની લોન્ચીંગ ઈવેન્ટ યોજવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્રના ૨૦૦થી વધુ ડિલરો પણ જોડાયા હતા આ તકે કંપનીના નિષ્ણાંતોએ ડિલરો સાથે વાર્તાલાપ કરીને તેઓને કપાસનાં પાકના સ્વાસ્થ્ય અંગે વિસ્તૃત વિગતો આપી હતી.
આંતરરાષ્ટ્રીય કંપની બીએએસએફ દ્વારા કપાસ લીલોછમ અને સ્વસ્થ બને જીંડવાનું કદ અને જાળવણી થાય તેમજ ગુણવતા, ઉપજ વધારી શકાય તેવી પ્રયાકસર નામની
દવા સાથે સફેદ માખી અને લીલા તડતડીયા પર નિયંત્રણ લાવતી સેફીના દવાનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતુ આ તકે ૨૦૦ ડિલરો ઉપરાંત બીએએસએફના સાઉથ એશિયાના વાઈસ
પ્રેસીડેન્ટ અવીનાશ દેશમુખ સાઉથ એશિયાના માર્કેટીંગ હેડ રામ ભટ્ટ, નેશનલ સેલ્સ મેનેજર ગીરીધર ગુજરાત અને રાજસ્થાનના સેલ્સ હેડ સુનીલભાઈ પોર્ટ ફોલીયો મેનેજર શશીભાઈ પ્રોડકટ બ્રીફીંગ પ્રવીણભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
લોન્ચીંગ ઈવેન્ટમાં કંપનીના નિષ્ણાંતો દ્વારા ડિલરોને બંને પ્રોડકટસના વપરાશથી કપાસના પાકને થતા ફાયદા અને ઉપયોગ કરવાની રીત સમજાવવામાં આવી હતી.