રાજકોટના હાર્દ સમા વિસ્તારમાં વર્ષો પુરાણુ પંચનાથ મહાદેવ મંદિરમાં છેલ્લા ૧૫ વર્ષોથી શ્રી પંચનાથ સાર્વજનીક મેડીકલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ કાર્યરત છે. જેમાં શહેરનાં નામાંકીત ડોકટર્સની ટીમ દ્વારા માત્ર રૂ.૧૦ના રાહત ભાવે જુદા જુદા રોગોનું નિદાન કરવામાં આવે છે.
જરૂરીયાત મંદ દર્દીઓને વધુ સહાયતા અને ચોકકસ નિદાન રાહત ભાવે મળી રહે તે અર્થે પંચનાથ સાર્વજનીક મેડીકલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આજથી એકાદ વર્ષ પહેલા મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલનું બાંધકામ કરવાનું ટ્રસ્ટીઓ નકકી કરેલ અને હોસ્પિટલના લાભાર્થે પુ. રમેશભાઈ ઓઝાના મુખે સપ્તાહનું આયોજન કરેલ અને હોસ્પિટલ અર્થે દાતાએ સમાજના લાભાર્થે દાન આપેલ છે. હાલમાં પંચનાથ સાર્વજનીક મેડીકલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલનું જોરશોરથી બાંધકામ ચાલી રહ્યું છે. અને સાથોસાથ ટ્રસ્ટ દ્વારા લેબોરેટરી પણ રાહત ભાવે ચલાવવામા આવી રહી છે. જેમાં સોનોગ્રાફી, એકસ રે, ઈકકો કાડીર્યો, ઈ.સી.જી. ફીઝીયોથેરાપી, ડેન્ટલ ટ્રીટમેન્ટ, જનરલ ઓ.પી.ડી. વિગેરે જેવી સેવાઓ રાજકોટ શહેરમાં સૌથી રાહત ભાવે નિદાન આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. અને રાજકોટના લોકો માટે નિદાન અર્થેનું વિશ્ર્વસનીય સ્થળ બની રહ્યું છે.
તાજેતરમાં રાજકોટ નાગરીક સહકારી બેંક લી. નાઆશરે બે લાખ સીતેર હજાર જેટલા સભાસદો માટે પંચનાથ સાર્વજનીક મેડીકલ ટ્રસ્ટ દ્વારા ચલાવતી હોસ્પિટલમાં વિવિધ રોગોના નિદાન કરાવવા માટે રાહત યોજના અમલમાં મૂકેલ છે. અને આ યોજના અંતર્ગત સભાસદ અને તેમના સગીર સંતાનો તેમજ પતિ, પત્ની બેમાથી એક પાસે બેકનું સભ્ય પદ હોય તેમને પણ આ યોજનાનો લાભ મળી શકશે.
જે અંગે પંચનાથ ટ્રસ્ટ તથા રાજકોટ નાગરીક સહકારી બેંક લી. એમ.ઓ.યુ. કરવામાં આવેલ જેમાં રાજકોટ નાગરીક સહકારી બેંક લીના થવા.ચેરમેન જીવનભાઈ પટેલ દ્વારા દીપપ્રાગટય કરી આ કાર્યક્રમની શરૂઆત કરેલ હતી.
પંચનાથ સાર્વજનીક મેડીકલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મહેન્દ્રસિંહ ગોહેલ, ડી.વી. મહેતા, મીતેષભાઈ વ્યાસ, નીતિનભાઈ મણીયાર, નારણભાઈ લાલકીયા, વસંતભાઈ જસાણી, મયુરભાઈ શાહ, મનુભાઈ પટલે અને પ્રમુખ દેવાંગભાઈ માંકડ, મંત્રી તનસુખભાઈ ઓઝા તન મન અને ધનથી મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલની શરૂઆત કરવા જહેમત ઉઠાવી રહ્યા છે. તથા ટ્રસ્ટ દ્વારા અબોલા પશુઓનુ પણ ચિકિત્સાહલય ચલાવવામાંવે છે. અને જેમાં પશુઓનાં નિદાન માટે વિવિધ સાધનો પણ વસાવામાં આવેલ છે. અને આ ચિકિત્સાલયમાં પશુઓનાં નિષ્ણાંત ડોકટર્સની ટીમ સેવા રાહત દરે આપી રહ્યા છે.