પ્રમુખપદે મનસુખભાઇ પટેલ અને મંત્રીપદે અશ્ર્વિનભાઇ પટેલની નિમણુંક
રાજકોટ મશીનરી ડીલર્સ એસો.ની કારોબારી મીટીંગ તાજેતરમાં સૌરાષ્ટ્ર એન્જી. કાું. ગરેડીયા કુવા રોડ ખાતે રાખવામાં આવી હતી. અશ્ર્વિનભાઇ પટેલએ મીટીંગનો પ્રારંભ કર્યો હતો. ચુંટણી પ્રક્રિયા વિશે મંત્રીઈ જણાવાયું છે કે પુરા એસો.માંથી ૧૪ ઉમેદવારોના ફોર્મ આવ્યા હતા. તેમાંથી ત્રણ ફોર્મ પરત ખેંચાતા, ૧૧ સભ્યોની કારોબારી બીનહરીફ, ત્રણ વર્ષ માટે જાહેર હતી. ત્યારબાદહોદેદારોની વરણીની ચર્ચા કરતાં સીનીયર કારોબારી મેમ્બર નટુભાઇ ટીંબડીયા અને અરવિંદભાઇ સેજપાલે પોતાના ટેકા સાથે પ્રમુખ તરીકે મનસુખભાઇ પટેલ ઉપપ્રમુખ તરીકે જયંતિભાઇ ટીલવા, મંત્રી પદે અશ્ર્વિનભાઇ પટેલ, સહમંત્રી પદે જીતેન્દ્રભાઇ એન. મહેતા, ટ્રેઝરર પદે નવનીતભાઇ કલ્યાણી, ની જાહેરાત કરતાં ઉ૫સ્થિત તમામ કારોબારી સભ્યોએ એકી અવાજે સમહતી દર્શાવીને સર્વાનુમતે તમામ હોદેદારોની વરણીને બહાલી આપી હતી.
કારોબારી સભ્યપવે નટવરલાલ એસ. ટીંબડીયા, અરવિંદભાઇ આર. સેજપાલ, પ્રકાશચંદ્ર સી. અંબાણી, પ્રદીપભાઇ ડી.ટાંક, વસંતરાય એચ.સેજપાલ, શરદભાઇ આર. સેજપાલ, ની કારોબારી સભ્ય તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. એસોસીએશનના અન્ય સભ્ય ભાઇઓએ અભિનંદન પાઠવેલ. પ્રમુખ મનસુખભાઇ પટેલ અને મંત્રી અશ્ર્વીનભાઇ પટેલએ એમની પુરી કારોબારીને કોલ આપ્યો કે આપે મુકેલ વિશ્ર્વાસને પૂર્ણ કરવા પુરતા પ્રયત્નશીલ રહેશું. પ્રમુખ અને મંત્રી તરફથી પાર્ટી સ્વરુપે પેંડાથી મીઠું મોંઢુ કરાવેલ ને તમામને તે બન્ને તરફથી અલ્યાહાર કરાવવામાં આવ્યું હતું.
ટુંક સમયમાં ભોજન સમારભ સાથે એ.જી. એમ.નું આયોજન કરવામાં આવશે. જેની જાણ સરકયુસરથી કરવામાં આવશે તેમ મંત્રી અશ્ર્વિનભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે.