૨૬ મોર્ડનાઈઝડ પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવાની જાહેરાત કરતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની
શહેરમાં રેસકોર્સ રીંગ રોડ અને રેલવે સ્ટેશન ઉપરાંત ૨૬ રાજમાર્ગો પર ખાસ મહિલાઓ માટે મોર્ડનાઈઝડ પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવામાં આવશે તેવી જાહેરાત આજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ સ્માર્ટ સિટી બનવા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે લોકોને વધુ સુવિધા આપવા માટે મહાપાલિકા તંત્ર વધુ સજ્જ બન્યું છે. શહેરમાં રેસકોર્સ રીંગ રોડ અને રેલવે સ્ટેશન ખાતે ખાસ યુરીનલ બનાવવામાં આવશે.
આ ઉપરાંત શહેરના સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૨માં હોસ્પિટલ ચોક અને બહુમાળી ભવન દરવાજાની સામે વોર્ડ નં.૩માં રેલવે સ્ટેશનની સામે, વોર્ડ નં.૭માં ઢેબર રોડ ઉપર નાગરિક બેંક ચોક, અખાભગત ચોક, ભકિતનગર સ્ટેશન પાસે સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા કાંઠે, પરાબજારમાં સેન્ટ્રલ બેંકની સામે, વોર્ડ નં.૧૩માં આનંદ બંગલા ચોક, વોર્ડ નં.૧૪માં ગુંદાવાડી, વોર્ડ નં.૧૭માં અટીકા ઈન્ડસ્ટ્રીઝમાં અમરદીપ ફાઉડ્રીની બાજુમાં અને હસનવાડીમાં અમરનાથ મંદિર પાસે, વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧માં રામાપીર ચોકડી ખાતે હોકર્સ ઝોનની અંદર, માધાપર ચોકડી ખાતે, વોર્ડ નં.૯માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર ટેલીફોન એકસચેન્જ પાણીના ટાંકાની અંદર, સાધુ વાસવાણી રોડ પર ગુરુજીનગર હોકર્સ ઝોનમાં, વોર્ડ નં.૧૦માં ઈન્દિરા સર્કલ ખાતે ઓવરબ્રીજ નીચે, ભગતસિંહ ગાર્ડન પાસે, કાલાવડ રોડ પર પાણીના ટાંકાની બાજુમાં, વોર્ડ નં.૧૧માં બાલાજી હોલની સામેનો રોડ, બાપાસીતારામ ચોકમાં, સોરઠીયા પાર્ક હોકર્સ ઝોન પાસે, નાનામવા રોડ પર ભીમનગર ચોક ખાતે, વોર્ડ નં.૧૨માં મવડી ચોકડીએ બ્રીજ નીચે, ગોંડલ ચોકડીએ, ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૪માં મોરબી રોડ જકાતનાકા અને વોર્ડ નં.૧૫માં અમુલ ચોકડી ખાતે મહિલાઓ માટે ખાસ મોર્ડનાઈઝડ પે એન્ય યુઝ ટોયલેટ બનાવવામાં આવશે.