અસ્પૃશ્યતા વિરુધ્ધ જાગૃતિ, દમન-શોષણ અટકાવવા માટે કરી હતી મહત્વની કામગીરી
ડો. બાબા સાહેબ આંબેડકરે જેમને બુધ્ધ અને કબીરની સાથોસાથ પોતાના ગૂ‚ ગણ્યા હતા તેવા સમાજ સુધારક શિક્ષા ક્રાંતીના પ્રણેતા મહાત્મા જોતીરાવ ફુલેનો આજે ૧૯૦મો જન્મ દિવદ છે.
મહાત્મા જોતીરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ અસ્પૃશ્યતા વિ‚ધ્ધ જાગૃતિ લાવવા દમન-શોષણ અટકાવવા તેમજ માનવ અધિકારો માટે જાગૃતિ લાવવા અને ધાર્મિક તેમજ માનસીક ગુલામગીરીમાંથી દલિતોને મુકત કરવાની દિશામાં બહુ વિશિષ્ટ ઉપક્રમો હાથ પર લીધા હતા.
સ્ત્રી જીવનમાં સુધારણા અને ફૂલે દંપતીના કામનું એક મહત્વનું પાસુ છે. મહાત્મા જોતીરાવ ફૂલે શિક્ષણવિદ સાથે સામાજીક કાર્યકર પણ હતા તેઓ શિક્ષણનું મહત્વ સામાજીક સુધારા સ્ત્રીઓની પરિસ્થિતિ અંગે સમજાવતા હતા.
મહાત્મા જોતીરાવ ફૂલેની જન્મ જયંતિ પ્રસંગે સમગ્ર ભારતવાસીઓને મંગલ શુભકામનાઓ અનીલભાઈ મકવાણા પાઠવે છે.