મીકીન્સે વર્લ્ડ ઈન્સ્ટીટયુટનો અહેવાલ
કામ કરનારા વર્ગમાં સ્ત્રીઓનો ફાળો વધશે તો ભારત ઝડપથી જીડીપી ગ્રોથને વધુ બુસ્ટર ડોઝ આપી શકશે
ભારતે વિકાસ સાંધવો હોય તો સ્ત્રી સશકિતકરણ જરી છે તેમ મીકીન્સે વર્લ્ડ ઈન્સ્ટીટયુટના અહેવાલમાં જણાવાયું છે. આ અહેવાલમાં કહેવાયું છે કે, ભારતમાં હાલ માત્ર ૨૫% જ જીડીપી છે જે વધુ ઝડપથી આગળ વધારી શકાય છે પણ જો કામ કરનારા વર્ગમાં સ્ત્રીઓનો ફાળો વધે તો.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, જીડીપીને બુસ્ટર ડોઝ આપવા માટે ભારતમાં અઢળક તકો રહેલી છે પરંતુ આ તકનો ત્યારે જ ઉપયોગ થઈ શકે જયારે સ્ત્રીઓ લેબર ફોર્સમાં જોડાય અને આગળ વધે. હાલ ભારતના જીડીપીમાં સ્ત્રીઓનો હિસ્સો ૧૮ ટકા છે. જે વિશ્વભરમાં સૌથી ઓછો છે.
જણાવી દઈએ કે, કોલકતા ખાતે યોજાયેલી બેંગાલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ઈવેન્ટમાં મીકીન્સે દ્વારા ‘ ધ પાવર ઓફ પેરીટી’ એડવાન્સીંગ વુમન્સ ઈકવાલીટી ઈન ધ એસીયા પેસીફીક રીલીઝ કરાયું છે. રીપોર્ટમાં જણાવાયું છે કે, કામ કરનાર વર્ગમાં સ્ત્રીઓનો ફાળો માત્ર ૧૦ પોઈન્ટથી વધશે તો પણ સામે જીડીપીમાં ૭૦ ટકા ફાળો વધશે તેવી મહત્વની તક ભારતમાં રહેલી છે જો એ તક ભારત હડપશે તો અર્થતંત્રનો વિકાસ વધુ ઝડપથી જરથી થશે.
જોકે, ભારત એશિયાના અન્ય દેશો કરતા વધુ ઝડપથી આગળ ધપી રહ્યું છે. તેમાં કોઈ શંકા નથી. છેલ્લા ૧૦ વર્ષથી ભારત સતત વિકાસ શોધી હરણફાળ ભરી રહ્યું છે. તેમાં પણ ખાસ સુધારા બાળક અને માતા મૃત્યુદરમાં ઘટાડો, શિક્ષણ અને રોજગારીમાં નોંધાયા છે.