સુરેન્દ્રનગર ખાતે મહીલા કાયદાકીય જાગૃત શિબિર યોજાઇ
મહીલાઓ પરના અત્યાચારો અટકાવવા રાજય સરકારે અનેક કાયદાઓ અમલી બનાવ્યા છે. મહિલા અત્યાચાર અટકાવવા અંગે શરુ કરેલ ૧૮૧ હેલ્પ લાઇનમાં ૪૫ લાખથી પણ વધારે મહીલાઓએ લાભ મેળવેલ છે. તેમ ગુજરાત રાજય મહીલા આયોગ ગાંધીનગર અન જીલ પંચાયત આઇ.ડી.સી. એસ. સુ.નગર દ્વારા જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકાઓની ચુંટાયેલી મહીલાઓને મહીલા વિષયક કાયદાઓની અને યોજનાઓની જાણકારી મળે તે હેતુ માટે એક દિવસીય મહીલા કાયદાકીય જાગૃતિ શિબિરમાં ગુજરાત રાજય મહિલા આયોગના અઘ્યક્ષ શ્રીમતિ લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું.
અઘ્યક્ષા લીલાબેને શિક્ષણ પર ભાર મુકતા જણાવ્યું હતું કે મહિલા શિક્ષણ શકી રાષ્ટ્રના વિકાસને તેજ ગતિ મળશે રાજય સરકાર દ્વારા મહીલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ક્ધયા કેળવણી પર ભાર મુકયો છે. મહીલાઓ માટે શિક્ષણ ક્ષેત્રે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી કરેલછે. જો મહિલાઓ શિક્ષિત હશે તો તેઓ કાયદાકીય જ્ઞાનથી વધારે વાધેફ બની શકશે. બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપવાનું કામ મહીલાઓએ કરવું જોઇએ રાજય સરકારના પ્રયાસોથી મહીલા શિક્ષણ અંગે આમુલ પરિવર્તન આવ્યું હોજાનું પણ વધુમાં ઉમેર્યુ હતું.
મહીલા અત્યાચાર દહેજ વગેરે અટકાવવા અંગેની જાગૃતિ માટે બહેનો દ્વારા નાટક રજુ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પ્રોટેકશન અધિકારી હિનાબેન ચૌધરી, આઇ.સી.ડી. એસ. ના અધિકારીઓ પદાધિકારીઓ સહીત બહોળી સંખ્યામાં મહિલાઓ ઉ૫સ્થ્તિ રહ્યા હતા.